Gujarat Government/ IPS અધિકારીઓની બદલી-બઢતી પર સરકારની ચાણક્ય નીતિ, ચૂંટણી પંચને સોંપી કમાન

IPS અધિકારીઓની બદલી-બઢતી પર ગુજરાત સરકારની મુત્સીદિદગીરિ જોવા મળી. લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરથી લઈને IPS અધિકારીઓ રાજ્ય સરકાર પર પોતાની ઇચ્છાપૂર્તિના લક્ષ્યાંક માટે દબાણ કરી રહ્યા હતા.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 18T172130.215 IPS અધિકારીઓની બદલી-બઢતી પર સરકારની ચાણક્ય નીતિ, ચૂંટણી પંચને સોંપી કમાન

IPS અધિકારીઓની બદલી-બઢતી પર ગુજરાત સરકારની મુત્સીદિદગીરિ જોવા મળી. લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરથી લઈને IPS અધિકારીઓ રાજ્ય સરકાર પર પોતાની ઇચ્છાપૂર્તિના લક્ષ્યાંક માટે દબાણ કરી રહ્યા હતા. અનેક અધિકારીઓ પોતાની મનવાંચ્છિત જગ્યાએ બદલી અને બઢતી મેળવવા રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું. એક-એક જગ્યાઓ પર ત્રણ કરતાં અધિકારીઓ બદલી લેવા ઈચ્છતા હતા ત્યારે હવે આ મામલે સરકારે પણ ચાણક્ય નીતિ વાપરી તમામ મુદ્દો ઇલેકશન કમિશન પર છોડ્યો છે.

ચૂંટણી પંચે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેના બાદ ECના મૌખિક આદેશ પર અમદાવાદ રેન્જ, બોર્ડર રેન્જ અને અમદાવાદ શહેરના 5 IPS અધિકારીઓએ તત્કાળ પોતાનું સ્થાન છોડ્યું છે. આ અધિકારીઓમાં આઈજીપી જે.આર મોથલિયા, આઈજીપી પ્રેમવીર સિંઘ, શહેરના અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, ડીસીપી ચૈતન્ય માંડલિક અને ડીસીપી ડો.લવિના સિન્હાનો સમાવેશ થાય છે. જ્યારે સુરત ક્રાઈમ બ્રાંચના IPS શરદ સિંધલ, DCP રૂપલ સોલંકી અને અમદાવાદના EOW DCP ભારતી પંડયાએ બદલીના બદલે તેમના સ્થાન પર યથાવત રહેવાની છૂટ માંગી હતી.

મહત્વનું છે કે આજે ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોમાં ગૃહ સચિવ હટાવવાના આદેશ આપ્યા છે. આ સાથે ગૃહ જિલ્લામાં 5 વર્ષના ગાળામાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમજ કોઈપણ અધિકારી પોતાના ગૃહ જિલ્લામાં ફરજ બજાવતા હોય તો તેમને પણ સ્થાન છોડવાના આદેશ આપ્યા છે.

લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત અગાઉના સમય પહેલા કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. જેના બાદ ચૂંટણી નજીક આવતા અધિકારીઓ દ્વારા બદલી અને બઢતી પર સરકાર પર દબાણ કરવામાં આવ્યું. સરકારે પણ તત્કાળ આશ્વાસન આપ્યું કે ચૂંટણી પૂર્વ થતી બદલીઓમાં બઢતીઓવાળાઓને પણ સામેલ કરાશે. સુરતમાં પોલીસ કમિશ્નર અને સુરત રેન્જ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય અને આણંદ અને મહેસાણામાં મહત્વના સ્થાન ખાલી પડ્યા છે અન આ આ સ્થાન મેળવવા અધિકારીઓએ સરકારમાં પોતાની લાગવગ લગાવી દબાણ કરવા પ્રયાસ કર્યો હતો. ચૂંટણી ટાણે સરકાર અધિકારીઓને નારાજ કરવા ના માંગતી હોવાથી તત્કાળ તમામને આશ્વાસન આપ્યા બાદ હવે તમામ મામલો ચૂંટણી પંચને સોંપી દીધો છે. ચૂંટણી જાહેર થતા હવે IPS અધિકારીઓને બદલી અને બઢતીમાં નિયમોને લઈને સરકાર હસ્તક્ષેપ કરવા ના માંગતા અંતિમ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે. આમ, રાજ્ય સરકારે ચાણક્યની મુત્સીદિદગીરિ નીતિનો ઉપયોગ કરી અધિકારીઓને નારાજ ના કરતા પોતે ભર્યા તળાવમાંથી સરળતાથી બહાર નીકળી ગઈ. હવે IPS અધિકારીઓને બદલી અને બઢતી મામલે ચૂંટણી પંચ અંતિમ નિર્ણય કરશે. દેખીતી રીતે રાજ્ય સરકાર તેમાં કોઈ દખલગીરી કરશે નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: gujarat univercity/ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા