Not Set/ અનુભવનો કોઈ પર્યાય નથી સૌ સાથે મળી ને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

બેડ મળી પણ જાય તો ઓક્સિજન કે રેમડેસિવિર  મેળવવા રઝળપાટ કરવી પડે છે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદભાગ્ય નહીંતર સ્મશાન કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિ સંસ્કાર આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે. 

Gujarat Others Trending
modi 16 અનુભવનો કોઈ પર્યાય નથી સૌ સાથે મળી ને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

 કોરોના મહામારી ના કારણે દેશ અને ગુજરાતમાં જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થયું છે, તે માત્ર જનતા જાણે છે. લોકો ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અને ઇન્જેક્શન માટે સતત વલખા મારી રહ્યા છે. તેમજ ધંધા-રોજગારને પડેલી અસર ને કારણે માનસિક તણાવમાં જીવી રહ્યા છે.  ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટીગથી કોરોના મહામારી ને ડામવાનો  પ્રાથમિક ચરણનો અમલ ટેસ્ટિંગ કીટ અને લેબોરેટરી અછતના કારણે શક્ય બન્યું નથી.

જેને લઇ મોટાભાગે લોકો નિદાન અને સારવારમાં વિલંબ થી ગંભીર અવસ્થામાં પહોંચી રહ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય  હોસ્પિટલ માં એડમીશન મળતું નથી અને 108  24 કલાક પહેલા મળવી લગભગ અસંભવ છે. એમ્બ્યુલન્સ  મળે તો હોસ્પિટલમાં બેડ મળવા માટે રાહ જોવી પડે. બેડ મળી પણ જાય તો ઓક્સિજન કે રેમડેસિવિર  મેળવવા રઝળપાટ કરવી પડે છે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદભાગ્ય નહીંતર સ્મશાન કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિ સંસ્કાર આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે.

આવી સ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર લખી જાન આકરી છે કે, આવી વિકટ પરિસ્થિતિમાં હવે પક્ષ વિપક્ષ નો ભેદ ભૂલી સાથે મળી લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઇએ અને તે માટે રાજ્યપાલની અધ્યક્ષતામાં પૂર્વ મુખ્યમંત્રી ઓ, પૂર્વ મુખ્ય સચિવો, પૂર્વ આરોગ્ય મંત્રીઓ, મેડીકલ ફિલ્ડ સાથે સંકળાયેલા દેશ-વિદેશના એક્સપર્ટ અને બ્યુરોક્રેટ  સાથે સર્વપક્ષીય બેઠક બોલાવવા અને પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી જનભાગીદારી થકી મુશ્કેલીઓનો સામનો કરવા રોડમેપ કરવા તૈયાર કરવા જણાવ્યું છે.

વધુમાં તેમણે લખ્યું છે કે અનુભવનો કોઈ પર્યાય નથી, માટે સૌ સાથે મળીને રસ્તો શોધીશું તો ચોક્કસપણે વ્યવસ્થાને સુધારવા શકીશું. કોરોના મહામારી યુદ્ધ જેવી સ્થિતિ છે અને તેમાં તંત્રને તન મન અને ધનથી પૂરતી મદદ કરવા હું તૈયાર છું. અનેક લોકોની જેમ મેં પણ આ મહામારીમાં મારા પરિવારના લોકોને ગુમાવ્યા છે ત્યારે લોકોને ગુમાવવાનું દુઃખ હું સમજી શકું છું. અને એટલે જ આ પત્રની મારફતે તેમને કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે.

108 આ સિવાય એડમિટ ન કરવા એએમસી માં  અમદાવાદના લોકોને ઈલાજ આપો જેવા બિનજરૂરી નિયમોથી લોકો ત્રાસી ગયા છે ત્યારે તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવા અને બીઆરટીએસ સીટી બસ, એસટી બસો ઓલા, ઉબેર જેવા ખાનગી વાહનો પણ ઉપયોગ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ,

દરેક હોસ્પિટલમાં એક દેસ બોર્ડ લગાવવો જોઈએ જેમાં બેડ, ઓક્સિજન,વેન્ટીલેટર જરૂર ઇન્જેક્શન અને દવાઓ ના સ્ટોકનો રીઅલ ટાઈમ ડેટા  મેઈન્ટેન  થવો જોઈએ અને તેને સીધું સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવું જોઈએ જેથી લોકોને પણ સાચી જાણકારી મળી રહે.

ગ્રામ્ય કક્ષા એ ખાલી રહેલા આરોગ્ય કેન્દ્ર અને ખાનગી નાના-મોટા દવાખાનાઓ અને તેના ડોક્ટરોને પણ જરૂરી વળતર આપી તેમ નો ઉપયોગ હોસ્પિટલો નું ભારણ ઓછું કરવા કરી શકાય.

ડેથ સર્ટિફિકેટ માટે પણ જે લાઈનો લાગી રહી છે તેને પણ ટાળી શકાય તેમ છે જો સરકાર ડેથ સર્ટિફિકેટ અને સીધું મૃતકના પરિવારના એડ્રેસ પર પહોંચાડવાની વ્યવસ્થા કરે તો.

modi 17 અનુભવનો કોઈ પર્યાય નથી સૌ સાથે મળી ને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

modi 18 અનુભવનો કોઈ પર્યાય નથી સૌ સાથે મળી ને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા