બનાસકાંઠા/ મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી :સાંસદ પરબતભાઇ પટેલનો વાયરલ ફોટા બાબતે મોટો ખુલાસો

સાંસદ પરબતભાઇ પટેલના ગામના મઘાભાઈ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના યુવતી સાથેના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા અને તારીખ 15 ઓગસ્ટના રોજ આ વીડીયો ક્લીપ વાયરલ કરવાની ચીમકી આપી હતી.

Gujarat Others
કાશ્મીર 6 મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી :સાંસદ પરબતભાઇ પટેલનો વાયરલ ફોટા બાબતે મોટો ખુલાસો
  • બનાસકાંઠા સાંસદ ની યુવતી સાથે ફોટા મામલે ખુલાસો..
  • બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પોતાના યુવતી સાથેના ફોટા વાયરલ બાબતે આપ્યો મોટો ખુલાસો

છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના બીભત્સ ફોટા વાયરલ કરી તા 15 ઓગસ્ટના રોજ તેના વીડિયો વાયરલ કરવાની ધમકી બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું. પરંતુ આ મામલે બે દિવસથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનું નામ આવતા તેઓએ આજે ડીસા ખાતે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને બ્લેક મેલ કરવામાં આવતું હોવાનો તેમજ પોતે નખશીખ પ્રમાણિક હોવાનો અને પોતે કોઈપણ આજદિન સુધી ખરાબ કૃત્ય કર્યું ન હોવાનો ખુલાસો કર્યો હતો.

magha patel મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી :સાંસદ પરબતભાઇ પટેલનો વાયરલ ફોટા બાબતે મોટો ખુલાસો

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ગામ થરાદ તાલુકાના ભાચર ગામના મઘાભાઈ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના યુવતી સાથેના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા અને તારીખ 15 ઓગસ્ટના રોજ આ બાબતની 1.26 મિનિટની વીડીયો ક્લીપ વાયરલ કરવાની સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપી હતી. જેથી આ મોટા નેતા કોણ હશે તે અંગે બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં સસ્પેન્સ છવાયેલું હતું.

મુંબઈ / ચિંચપોકલી સ્થિત કસ્તુરબા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના, LPG ગેસ લીક થતા સર્જાયો અફરાતફરીનો માહોલ

જોકે છેલ્લા બે દિવસથી આ ફોટા સાથે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનું નામ વહેતું થયું હતું .જેથી આજે ડીસા ઓવરબ્રિજના લોકાર્પણમાં હાજર રહેલા સાંસદ પરબતભાઇ પટેલ અને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,’ મેં જીવનમાં ક્યારેય કોઈ ખોટું કૃત્ય કર્યું નથી. હું નખશિખ પ્રામાણિક છું.મારા ગામના મઘા પટેલે કોઈપણ રીતે એડિટિંગ કરીને મને બદનામ કરવાનો તેમ જ બ્લેકમેલ પાડવાનો કારસો રચાયો હોય તેવું જણાય છે. અગાઉ પણ ચૂંટણી સમયે મને આ રીતે બદનામ કરવાની ધમકીઓ મળી ચૂકી છે. અત્યાર સુધી મારું નામ જાહેર થયું ન હોવાથી મેં કંઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ બે દિવસથી સોશિયલ મીડિયામાં મારું નામ જાહેર થતા મારે ખુલાસો કરવો જરૂરી હતો.’

મોટી કાર્યવાહી / પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલાના સંદર્ભમાં 20 લોકોની ધરપકડ,150 થી વધુ લોકો સામે કેસ દાખલ

આ યુવતીનું મર્ડર થયું છે કે કેમ તેવો સવાલ કરતા સાંસદે કહ્યું હતું કે,’ હું જે વ્યક્તિને જાણતો નથી. અને મેં આવું કંઈ કૃત્ય કર્યું નથી તેમજ જ્યારે આ સમગ્ર બાબત ખોટી રીતે ઉપજાવી કાઢેલી હોય હું કાંઈ જાણતો નથી.’એમ કહી પોતાનો ખુલાસો આપ્યો હતો.

વિકાસ દિવસ / બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

જોકે છેલ્લા ઘણા સમયથી સતત વિડીયો વાઈરલ કરવાની ધમકી અને ફોટો ને લઈને ચાલી રહેલ વિવાદ પરથી આજે પડદો ઉચકાયો છે ત્યારે ખરેખર પરબત પટેલ નો વિડીયો છે કે એડિટ કરેલ છે અને શું કલીપ વાઈરલ થાય છે કેં કેમ તે આવનાર સમયે ખબર પડશે..

રાહતનાં સમાચાર / ભારતમાં પહેલી સિંગલ ડોઝ રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી,મનસુખ માંડવિયાએ આપી જાણકારી