ભરૂચ/ જંબુસરમાં ધર્માંતરણ માટે મોકલવામાં આવેલા રૂ. 27 લાખ રોકડા ઝડપાયા

ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ યુપી એટીએસે ધરપકડ કરી હતી

Top Stories Gujarat
Untitled 1 3 જંબુસરમાં ધર્માંતરણ માટે મોકલવામાં આવેલા રૂ. 27 લાખ રોકડા ઝડપાયા

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા યુપીના ઉમર ગૌતમ અને વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓને પોષવા માટે ફંડ પુરૂ પાડતું હોવાનો ઉજાગર કરવામાં આવ્યું હતું. અને બંનેને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભરૂચ નજીકના ગામોમાં ધર્માંતરણનો ચોંકાનવારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઉમર ગૌતમ તથા તેના મળતીયાઓ દ્વારા પૈસા મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આજરોજ વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા જંબુસર ખાતે રહેતા મહંમદ અજવદ અહમદ ખાનીયાઓ પાસે સરાઉદ્દીન શેખ દ્વારા આપવામાં આવેલા પૈસા પૈકી રૂ. 27.08 લાખ રોકડા રૂપિયા કબ્જે કર્યા છે. અને આ મામલે ભરૂચ પોલીસ સાથે સંકલન કરીને મામલાની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ એટીએસ ધર્માંતરણ, સીએએ તથા એનઆરસી સહિતની દેશવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયત્નશીલ છે. યુપી એટીએસ દ્વારા તપાસમાં ઉમર ગૌમત પાસે દેશ વિરોધી પ્રવૃત્તિઓ પોષવા માટેનું ફંડ વિદેશથી આવતું હોવાના પુરાવાઓના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ એટીએસ સાથે મળીને વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. સલાઉદ્દીની ધરપકડ કરી તેને યુપી લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વડોદરા પોલીસે આ મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરી હતી. દરમિયાન આ મામલાની બીજી તપાસ અહિંયા શરૂ કરવામાં આવી હતી. એસ.આઇ.ટી.એ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રીમાન્ડ મેળવીને પુછપરછ પણ કરી હતી.

દરમિયાન ભરૂચ નજીક આવેલા ગામોમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેને પગલે સરકારના મંત્રીઓ પણ દોડતા થયા હતા. મામલાની તપાસમાં મુળ ભરૂચના અને હાલ યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ ખુલ્યું હતું. તેના દ્વારા ધર્માંતરણ કરવા માટે ફંડ પુરૂ પાડવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. દરમિયાન તપાસમાં સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ અને અબ્દુલ્લા ફેફડાવાલાએ ભરૂચની મુલાકાત લીધી હોવાનું તથા ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં ધર્માંતરણ માટે રૂ. 1 કરોડ જેટલી રકમ આપી હોવાનું સામે આવતા એસઆઈટીએ તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો. સલાઉદ્દીન શેખે તા. 25/06/21 ના રોજ માતબર રકમ જંબુસરના મહંમદ અજવદ અહમદ ખાનીયાને આપી હતી. આજરોજ પોલીસ મામલાના મુળ સુધી પહોંચી છે. અને રૂ. 1 કરોડ પૈકી રૂ. 27.08 લાખ રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ મામલે એસ.આઇ.ટી. દ્વારા ભરૂચ પોલીસને સાથે રાખીને પુરાવા એકત્ર કરવા તથા સંવેદનશીલ મામલાની વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.