Not Set/ રાજકોટ: મહિલાનું કંકાલ મળ્યું,ફોરેન્સિક તપાસમાં ખુલી શકે છે અનેક રહસ્યો

રાજકોટ રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.શહેરના કાલાવડ રોડ પર એક માનવ કંકાલ મળી આવતાં પોલિસ તંત્રમાં દોડધામ થઇ હતી.પ્રાથમિક તપાસમાં આ માનવ કંકાલ મહિલાનું સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર અવધ બંગલા પાસેથી અવવારૂ જગ્યાએથી મહિલાનું કંકાલ મળી આવ્યું હતું.. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો છે.મહિલાનું કંકાલ જોતા […]

Rajkot Gujarat
rjkt woman રાજકોટ: મહિલાનું કંકાલ મળ્યું,ફોરેન્સિક તપાસમાં ખુલી શકે છે અનેક રહસ્યો

રાજકોટ

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.શહેરના કાલાવડ રોડ પર એક માનવ કંકાલ મળી આવતાં પોલિસ તંત્રમાં દોડધામ થઇ હતી.પ્રાથમિક તપાસમાં આ માનવ કંકાલ મહિલાનું સામે આવ્યું છે.

શહેરના કાલાવડ રોડ પર અવધ બંગલા પાસેથી અવવારૂ જગ્યાએથી મહિલાનું કંકાલ મળી આવ્યું હતું.. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો છે.મહિલાનું કંકાલ જોતા લાગે છે કે તેના કોઇએ ટુકડા કરીને અહીં ફેંકી દીધાની શક્યતાઓ લાગી રહી છે. મહિલાના માથાના વાળ, દુપટ્ટો, વસ્ત્રો, ખોપડી અને હાથ-પગના હાડકાં પણ મળી આવ્યા છે.

ઘટનાને પગલે લોધિકા પોલીસ તેમજ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.મહિલાની ઓળખ નહીં થઇ હોવાને કારણે ફોરેન્સિક સાયન્સની ટીમની મદદ લેવાઇ રહી છે.ફોરેન્સિક સાયન્સની ટીમે મહિલાના હાડકાં અને માથાના વાળ સહિતના અવશેષો કબજે લઇને તેની વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી.

પોલિસે ગુમ થયેલી મહિલાઓના ફોટાના આધારે પણ આ મહિલાની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે.