Tokyo Olympics/ ભારતને ભાલા ફેંકમાં ગોલ્ડ મળ્યું, નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ  જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે

Top Stories Sports
Untitled 89 ભારતને ભાલા ફેંકમાં ગોલ્ડ મળ્યું, નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ  જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ આજે 87.58 મીટર જવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો.

આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અગાઉ 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા હતા. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું.

ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ  સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે. આ મેચની સાથે જ ભારત માટે હવે ગૉલ્ડ મેડલની આશા બંધાઇ છે. નિરજ માટે ભાલા ફેંક ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચવાનો બેસ્ટ મોકો પણ છે.