નવી દિલ્હી/ ડ્રોન એટેકના જોખમોનો સામનો કરવા ભારતીય સેના કેવા પગલા ભરી રહી છે ? આર્મી ચીફ નરવાણેએ શું કહ્યું જાણો

આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે ગુરુવારે એક સંબોધનમાં જણાવ્યું હતું  એક, ડ્રોન ની ઉપલબ્ધતા હવે બધું જ સરળ બની છે. સામાન્ય માનવી પણ ડ્રોન વસાવી રહ્યા છે.

Top Stories India
ss 4 ડ્રોન એટેકના જોખમોનો સામનો કરવા ભારતીય સેના કેવા પગલા ભરી રહી છે ? આર્મી ચીફ નરવાણેએ શું કહ્યું જાણો

આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે ગુરુવારે એક સંબોધનમાં જણાવ્યું હતું  એક, ડ્રોન ની ઉપલબ્ધતા હવે બધું જ સરળ બની છે. સામાન્ય માનવી પણ ડ્રોન વસાવી રહ્યા છે. જેને લઇ સુરક્ષા મહેકમના પડકારમાં વધારો થયો છે. હવે સુરક્ષા મહેકમે ડ્રોન અને તેણી સાથે રહેલા સુરક્ષા જોખમ સામે પણ વધુ સાવધ રહેવું પડશે. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા કેટલાક પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :કોરોનાકાળમાં કચ્છની બેંકોમાં થાપણોમાં અનેકગણો વધારો

જનરલ નરવાણે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર તાજેતરમાં થયેલા ડ્રોન એટેક વિશે પૂછવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ડ્રોન જેવા ઘાતક ખતરા સામે લડવા માટે વધુ  આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની પરિસ્થિતિ અંગે આર્મી ચીફે કહ્યું કે, ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાનની સૈન્ય વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા પછી કંટ્રોલ લાઇનની બાજુમાં કોઈ ઘુસણખોરી થઈ નથી. તેમણે કહ્યું કે કોઈ ઘુસણખોરી ન થવાને કારણે કાશ્મીરમાં આતંકીઓની સંખ્યા ઓછી છે અને આતંકવાદને લગતી ઘટનાઓ પણ નીચે આવી છે.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયામાં વાગ્યો યોગી મોડલનો ડંકો, ડેલ્ટા વેરિયન્ટને રોકવા માટેની કામગીરીની કરાઈ પ્રશંસા

તેમણે કહ્યું કે, “હંમેશાં એવા તત્વો રહેશે જે શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે, આપણે તેની કાળજી લેવી પડશે,” આ અંગે તેમણે વિસ્તાર પૂર્વક જનાવવાનો ઇનકાર કર્યો હતો. જનરલ નરવાણે કહ્યું કે, અમારી પાસે જમ્મુ-કાશ્મીરમાં એક મજબૂત આતંકવાદ અને ઘુસણખોરી વિરોધી મિકેનિઝમ છે અને શાંતિ અને સમાધાનની ખાતરી કરવા માટેનું અમારું અભિયાન ચાલુ રહેશે.

આ પણ વાંચો :બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે SC એ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

આ પણ વાંચો :PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે