Not Set/ મોદીની બાયોપિક પર સુપ્રીમનો અરજીકર્તાને સવાલ: જણાવો ફિલ્મમાં શું વાંધાજનક છે?

દિલ્હી, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવાયેલી બાયોપિકની રિલઝ પર રોક માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મને હજુ સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મળવાનું બાકી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે આ મામલે કાલે સુનાવણી કરવામાં આવશે […]

India Entertainment
Supreme court મોદીની બાયોપિક પર સુપ્રીમનો અરજીકર્તાને સવાલ: જણાવો ફિલ્મમાં શું વાંધાજનક છે?

દિલ્હી,

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવાયેલી બાયોપિકની રિલઝ પર રોક માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મને હજુ સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મળવાનું બાકી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે આ મામલે કાલે સુનાવણી કરવામાં આવશે અને જો અરજીકર્તા આ ફિલ્મમાં શું વાંધાજનક છે તે દર્શાવી આપે તો ચોક્કસપણે ચૂકાદો પણ સંભળાવી શકે છે.

પીઠે કોંગ્રેસના એક કાર્યકરના ફિલ્મની કોપી માટેની તેની વિનંતીને ફગાવી દીધી છે. અરજીકર્તા તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ ફિલ્મની એક કોપી માટે આગ્રહ કર્યો હતો જેના જવાબમાં પીઠે તેને આ ફિલ્મની કોપીની વિનંતી શા માટે સ્વીકારવામાં આવે તેવો સવાલો કરવામાં આવ્યા હતા? આ અંગે નિર્દેશ આપવાનું કારણ કહેવા જણાવ્યું હતું.

આ મામલે સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશે ફિલ્મને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર નથી મળ્યું તેવુ જણાવ્યું હતું. તેના પર દલીલ કરતા સિંઘવીએ કહ્યું હતું કે ફિલ્મ નિર્માતા સંદિપ સિંહે મૂવિ 11 એપ્રિલના રોજ રિલીઝ થશે તેવું નિવેદન આપ્યું હતું.
તેના જવાબમાં પીઠે તર્ક રાખ્યો હતો કે સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મળી જવાની આશા પર નિર્માતાએ બાયોપિક 11 એપ્રિલના રિલીઝ થશે તેવું નિવેદન આપ્યું હોય. પીઠ મુજબ હાલમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે કોઇ નક્કર કારણ ઉપલબ્ધ નથી.