Covid-19/ કોરોનાનાં નવા સ્ટ્રેનથી વિશ્વભરમાં છે ફફડાટ, WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

કોરોનાનાં પોતાનાં મુળ સ્વરુપમાં જ વિશ્વભરમાં કહેર વરસાવી રહ્યો છે અને તેવામાં કોરોનાનો નવો પ્રકાર(સ્ટ્રેન) સામે આવતા વિશ્વ હચમચી ગયુ છે. નજીકનાં ભૂતકાળમાં અને હાલનાં સમયમાં

Top Stories World
who કોરોનાનાં નવા સ્ટ્રેનથી વિશ્વભરમાં છે ફફડાટ, WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

કોરોનાનાં પોતાનાં મુળ સ્વરુપમાં જ વિશ્વભરમાં કહેર વરસાવી રહ્યો છે અને તેવામાં કોરોનાનો નવો પ્રકાર(સ્ટ્રેન) સામે આવતા વિશ્વ હચમચી ગયુ છે. નજીકનાં ભૂતકાળમાં અને હાલનાં સમયમાં પણ કોરોના વિશ્વમાં હજારો લોકોને ભરખી રહ્યો છે અને સંક્રમણ પણ અધધધ રીતે બેકાબૂ અને બેબાંક રીતે આગળ વધ્યે જ જાય છે તે નોંધનીય છે, ત્યારે કોરોનાએ પૂર્વે પણ લગભગ 25થી વધુ વખત પોતાનાં રંગ રુપમાં બદલાવ કર્યો છે તે વાત પણ વિદીત છે. તમામ વાતો અને હકીકતો વચ્ચે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો, પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો અવતાર 70% વધુ ઝડપથી ફેલાય છે.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

Hospitals in Latin America buckling under coronavirus strain | World news |  The Guardian

ઉલ્લેખનીય છે કે, Covid-19 એટલે કે કોરોના ચીનનાં વુહાન શહેરમાંથી અચાનક પ્રગટ થઇ પલક ઝપકાવતાની સાથે જ વિશ્વભરમાં ફેલાઇ ગયો અને વિશ્વભરને બાનમાં લઇ લીધું. હાલ બ્રિટનમાં આજ ખતરનાક અને ચેપી કોરોનાનો નવો સ્ટ્રેન જોવામાં આવ્યો તે કોરોનાનાં મુળ સ્વરુપ કરતા પણ અત્યંત ઝડપથી ફેલાવવા માટે સક્ષમ છે. કોરોનાનાં વિશ્વ વ્યાપી હાહકાર વચ્ચે બ્રિટનમાંથી સામે આવેલી વિગતોથી વિશ્વ આખુ કોરોનાનાં નવા સ્ટ્રેન મામલે સફાળુ જાગી ગયેલુ જોવામાં આવી રહ્યું છે અને કોરોના કે કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ન ફેલાય તે માટે મથી રહ્યું છે. અનેક દેશ અરે કહી શકાય કે 40 કરતા વધુ દેશોએ બ્રિટન સાથેનાં પોતાના યાતાયાત સબંધો દરેક માધ્યમથી સ્થગીત કરી દીધા છે.

Covid-19 / યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્ક…

Coronavirus: There are THREE types and virus may be mutating | Daily Mail  Online

ભારતીય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રમાણે “સંધ શક્તિ કલયુગે” કલયુગમાં એકતા જ શક્તિ છે તેવા મતલબથી નવા સ્ટ્રેન સામે પોત પોતાની રીતે લડવાની સાથે સાથે વિશ્વએ ખભે ખભો મીલાવવો જ રહ્યો તે વાત નજીકી ભૂતકાળનાં કોરોના કાળે સાબિત કરી દીધી છે જ અને માટે જ વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHO દ્વારા નવા કોરોના સામેની લડાઇ સૌએ મળીને કેમ લડવી તેની સ્ટ્રેટેઝી ફોમ કરવા કાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

Covid-19: અમદાવાદવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા…

Mycetoma at the World Health Organisation

વિશ્વ આરોગ્ય સંસ્થાન- WHO દ્વારા બોલાવવામાં આવી રહેલી તાકીદની બેઠકમાં કોરોનાના નવા પ્રકારને લઈને ચર્ચાની સાથે સાથે કોરોના અને કોરોનાનાં નવા સ્ટ્રેન સામેની કાઉન્ટર સ્ટ્રેટેજી અંગેની ચર્ચા કરવામાં આવશે અને વિશ્વમાં એકજુથ્થ થઇ કોરોના સામેની લડાઇને જીતવા તરફ પગલુ ભરવામાં આવશે. બેઠકથી એ પણ લાભ થશે કે તમામ દેશો નવા સ્ટ્રેનની વધુમાં વધુ માહિતીની આપ-લે કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…