Covid-19/ જાણો કોરોનાનાં દર્દીઓ માટે શું આવ્યા રાહતનાં સમાચાર?

કોરોનાનો હાહાકાર વિશ્વમાં ખૂબ ફેલાઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ વચ્ચે કોરોનાનાં દર્દીઓ માટે એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે….

Top Stories India
1st 98 જાણો કોરોનાનાં દર્દીઓ માટે શું આવ્યા રાહતનાં સમાચાર?

કોરોના દર્દીઓ માટે મોટી રાહતનાં સમાચાર
ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીને મળી શકે મંજૂરી
આગામી સપ્તાહ સુધી મંજૂરી મળવાની શકયતા
સ્થાનીય કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ પાસે મંગાવાઇ જાણકારી
આગામી સપ્તાહે થઇ શકે છે વેક્સિન મુદ્દે જાહેરાત

કોરોનાનો હાહાકાર વિશ્વમાં ખૂબ ફેલાઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ વચ્ચે કોરોનાનાં દર્દીઓ માટે એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે.

Oxford–AstraZeneca vaccine: What you should know, in 500 words | Coronavirus  pandemic News | Al Jazeera

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનો સમગ્ર વિશ્વમાં કહેર યથાવત છે. બ્રિટેનમાં, આ વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રશિયા, યુકે અને યુએસએમાં પણ રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ છે. ભારતમાં પણ કોરોના રસીનાં રસીકરણ માટેની તૈયારીઓ ઝડપી લેવામાં આવી શકે છે.

Astrazeneca moves to upstage Moderna in Covid-19 vaccines | Evaluate

સમાચાર અનુસાર, સરકાર આવતા અઠવાડિયે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીઓને મંજૂરી આપી શકે છે. તેના સ્થાનિક ઉત્પાદકે અતિરિક્ત ડેટા પ્રદાન કર્યા પછી સરકાર તરફથી મંજૂરી મળવાના સંકેત મળ્યા છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં કેસ સતત ઘટતા દેખાઇ રહ્યા છે. મંગળવારે લગભગ 6 મહિના પછી, દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા એક જ દિવસમાં 20 હજારથી ઓછી થઈ ગઈ છે, હવે ભારત ટૂંક સમયમાં રસીકરણ શરૂ કરવા માંગે છે. ફાઈઝર ઇંક અને સ્થાનિક કંપની બાયોટેક દ્વારા બનાવવામાં આવતી રસીઓ માટેનાં તાત્કાલિક ઉપયોગ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ભારતે પહેલાથી જ 5 કરોડથી વધુ એસ્ટ્રાઝેનેકા રસીઓ બનાવી છે.

Covid-19 / યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્ક…

Covid-19: અમદાવાદવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા…

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો