ઉત્તરપ્રદેશના ધારાસભ્ય મુખ્તાર અંસારીને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંદ છે. મંગળવાર સવારે તેમના પત્ની તેમણે મળવા જેલ પરિસરમાં ગયા હતા. અને તે દરમ્યાન તેમને અને તેમની પત્ની બંનેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.
મુખ્તાર અંસારી મઉ વિધાનસભાથી બસપાના ધારાસભ્ય છે. ૮ મહિના પહેલા અંસારીને ઉન્નાઉ જેલમાંથી બાંદા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.હ્રદયરોગના હુમલાના સમાચાર મળતા જીલ્લા હોસ્પિટલ પર તેમના સમર્થકોની ભીડ જામી હતી.અંસારી દંપતીને બાંદા જેલથી લખનઉ લઇ જવાયા હતા.તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે અંસારી દંપતીને જેલમાં ચા આપવામાં આવી હતી, અને આ ચા ભેળસેળવાળી હતી. પરંતુ આ વાત સાચી જ છે એવી હજુ સુધી કોઈ સાબિતી મળી નથી.
https://twitter.com/ANINewsUP/status/950651926831484929
મુખ્તાર અંસારીએ બસપા થી રાજનીતિમાં પોતાનો પગ મુક્યો હતો. તે પાછલાં પાંચ વર્ષથી વિધાયક હતાં. મુખ્તાર ૧૯૯૬માં બસપાથી ઉમેદવાર બન્યાં હતાં અને તેમણે જીત મેળવી હતી. અફજલ અંસારી ને વામપંથી પાર્ટી થી સપા સુંધી જીત્યાં હતાં. પરંતુ ૨૦૦૨ના વિધાનસભા ચુનાવ માં તે બીજેપી ઉમેદવાર કૃષ્ણનાનંદ રાયથી ચુનાવ હારી ગયા હતાં. આ કૃષ્ણનાનંદ રાયની હત્યા કરવાના મામલે જેલમાં બંધ છે.