Not Set/ મુરાદાબાદ-બરેલી જંકશન વચ્ચે ટ્રેનના ૬ કોચ ઉતરી ગયા પાટા પરથી, ૨૩ ટ્રેનના સમયમાં ફેરફાર

દેશમાં ટ્રેનની દુર્ઘટનાની કોઈ નવાઈ નથી રહી. હાલમાં જ ઉત્તર પ્રદેશ માં ર્ક વખત ફરીથી ટ્રેનની દુર્ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે  ૧૦ : ૩૦ વાગ્યે મુરાદાબાદ –બરેલીની વચ્ચે એક ખાલી ટ્રેનના ઘણા ડબ્બા ટ્રેન ના પાટા પરથી ઉતરી ગયા હતા . ટ્રેનનું એન્જીન અને બીજા ખાલી ૬ ડબ્બા ટ્રેનના પાટા પરથી ઉતરી ગયા હતા. […]

Top Stories India Trending
untitled 1 1542849798 મુરાદાબાદ-બરેલી જંકશન વચ્ચે ટ્રેનના ૬ કોચ ઉતરી ગયા પાટા પરથી, ૨૩ ટ્રેનના સમયમાં ફેરફાર

દેશમાં ટ્રેનની દુર્ઘટનાની કોઈ નવાઈ નથી રહી. હાલમાં જ ઉત્તર પ્રદેશ માં ર્ક વખત ફરીથી ટ્રેનની દુર્ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે  ૧૦ : ૩૦ વાગ્યે મુરાદાબાદ –બરેલીની વચ્ચે એક ખાલી ટ્રેનના ઘણા ડબ્બા ટ્રેન ના પાટા પરથી ઉતરી ગયા હતા . ટ્રેનનું એન્જીન અને બીજા ખાલી ૬ ડબ્બા ટ્રેનના પાટા પરથી ઉતરી ગયા હતા.

જેને લઈને ઘણા રૂટ બદલવામાં આવ્યા છે તો ઘણી ટ્રેન કેન્સલ પણ કરવામાં આવી છે.

ટ્રેનના ડબ્બા ખાલી હોવાને લીધે અત્યાર સુધી કોઈ જાન –હાનિના સમાચાર નથી મળ્યા. ૨૩  ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે .

ઘટનાની જાણ થતા સ્થળ પર રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જેસી બી, એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ પહોચી ગઈ હતી.

મુસાફરોને ટ્રેનના સમયમાં જે ફેરફાર થયા છે  તેને લીધે કોઈ તકલીફ ન થાય તે માટે વારંવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં કોઈ ઘયલ થયું નથી.

આ છે ઈમરજન્સી નંબર 

SPN 43297 (Railway) & 05842223462 (BSNL)

BE 3101 (Railway) & 05812558161 & 05812558162 (BSNL)

MB 2101(Railway) & 05912420962 &1072 (BSNL)

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ માં ટ્રેનના હાદસા થતા રહે છે. હજુ ગયા મહીને રાયબરેલી માં ન્યુ ફરક્કા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી જેને લીધે ઘણા લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા .