Not Set/ કોંગ્રસ પાર્ટીએ ભારત સરકારની ‘નિષ્ફળતાઓ’ ની 16 મુદ્દાઓની યાદી બહાર પાડી

નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. જેને લઇને વિરોધ પક્ષ કોંગ્રેસે સરકાર પર નિશાન સાંધ્યુ છે. કોંગ્રેસનું કહેવુ છે કે, છેલ્લુ એક વર્ષ દેશ માટે ભારે નિરાશા, ગેરવહીવટ અને અપાર પીડા આપનાર રહ્યુ છે. મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીએ ‘લાચાર લોકો, નિર્દય‘ સરકારનું સુત્ર આપ્યું છે […]

India
29140b123e6ebea8867d059928e4b16d 1 કોંગ્રસ પાર્ટીએ ભારત સરકારની 'નિષ્ફળતાઓ' ની 16 મુદ્દાઓની યાદી બહાર પાડી

નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. જેને લઇને વિરોધ પક્ષ કોંગ્રેસે સરકાર પર નિશાન સાંધ્યુ છે. કોંગ્રેસનું કહેવુ છે કે, છેલ્લુ એક વર્ષ દેશ માટે ભારે નિરાશા, ગેરવહીવટ અને અપાર પીડા આપનાર રહ્યુ છે. મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીએ લાચાર લોકો, નિર્દયસરકારનું સુત્ર આપ્યું છે અને સરકારની નિષ્ફળતાઓનાં 16-મુદ્દાની સૂચિ બહાર પાડી છે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે વીડિયો લિંક દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારે નિરાશા, ગુનાહિત ગેરવહીવટ અને પુષ્કળ વેદનાનું વર્ષ સાતમા વર્ષની શરૂઆતમાં ભારત એક એવી જગ્યાએ આવીને ઉભુ રહ્યુ છે, જ્યા દેશનાં નાગરિકો સરકાર દ્વારા આપવામાં આવતી અગણિત ઈજા અને નિર્દય અસંવેદનશીલતાનું દર્દ સહન કરવા મજબૂર છે.તેમણે દાવો કર્યો હતો કે, “છેલ્લાં છ વર્ષોમાં દેશમાં ભટકાવાનું રાજકારણ અને ખોટા અવાજોની પરાકાષ્ઠા મોદી સરકારનાં કામકાજની ઓળખ બની હતી.” દુર્ભાગ્યવશ, આ ભટકાવવાનાં આ આડંબરે મોદી સરકારની રાજનૈતિક મહત્વાકાંક્ષાઓને પૂરી તો કરી, પરંતુ દેશને ભારે સામાજીક અને આર્થિક ક્ષતિ પહોંચાડી.”

કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો, “ઢોલ વગાડીને વિશાળ વચનો આપીને સત્તા પર આવેલી આ સરકાર દેશને સામાન્ય રીતે ચલાવવાની એક નાની આશા પણ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે અને ઉપલબ્ધિનાં નામે શૂન્ય સાબિત થઈ છે.” તેમણે કહ્યું કે દેશ છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર અને વડા પ્રધાન દ્વારા સર્જાયેલીદુર્ઘટનાઓ સાથે ઝઝૂમી રહ્યો હતો અને હજુ પણ ઝઝૂમી રહ્યો છે. મહત્વનું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 30 મે 2019 નાં રોજ બીજા ટર્મ માટે શપથ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.