Not Set/ કરોળિયાના જાળાથી ભરાઈ ગયું આ શહેર, ફોટામાં જુઓ નજારો

ગ્રીસના એક નાં શહેરમાં કરોળિયાએ પોતાની જમાવટ કરી દીધી છે. એતોલીકો શહેરમાં કરોળિયાએ ચારે તરફ સફેદ અને ગ્રે રંગના જાળા પાથરી દીધા છે. ઘાસ, વૃક્ષો, બગીચામાં બાકડા, નદીકિનારે રહેલી હોળી અને ઝાડીઓ આ કરોળિયાના ઝાળાથી ઢંકાઈ ગઈ છે. શહેરના એક ફોટોગ્રાફરે આં જાળાના ફોટા લીધા હતા અને પોતાના ફેસબુક એકાઉન્ટમાં શેર કર્યા હતા. આ ફોટા […]

Top Stories World Trending
180920111921 02 spiders cover greek town exlarge 169 કરોળિયાના જાળાથી ભરાઈ ગયું આ શહેર, ફોટામાં જુઓ નજારો

ગ્રીસના એક નાં શહેરમાં કરોળિયાએ પોતાની જમાવટ કરી દીધી છે. એતોલીકો શહેરમાં કરોળિયાએ ચારે તરફ સફેદ અને ગ્રે રંગના જાળા પાથરી દીધા છે.

A massive spiderweb stretches across a beach in Aitoliko, Greece.

ઘાસ, વૃક્ષો, બગીચામાં બાકડા, નદીકિનારે રહેલી હોળી અને ઝાડીઓ આ કરોળિયાના ઝાળાથી ઢંકાઈ ગઈ છે. શહેરના એક ફોટોગ્રાફરે આં જાળાના ફોટા લીધા હતા અને પોતાના ફેસબુક એકાઉન્ટમાં શેર કર્યા હતા. આ ફોટા હાલ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઇ રહ્યા છે.

180920112049 03 spiders cover greek town exlarge 169 કરોળિયાના જાળાથી ભરાઈ ગયું આ શહેર, ફોટામાં જુઓ નજારો

Thousands of spiders have descended on the seaside town CREDIT: GIANNIS GIANNAKOPOULOS

 

ધ ગાર્ડિયન અને ટેલીગ્રાફમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ ખાસ પ્રકારના કરોળિયાના કારનામા છે. આ કરોળિયાનું નામ ટેરાનગાથા જીનસ છે તે ઘણા સુંદર અને વજનમાં હલકા હોય છે. આ કારણે તેઓ જમીન કરતા પાણીમાં વધારે ઝડપથી ચાલી શકે છે.

180920112223 04 spiders cover greek town exlarge 169 કરોળિયાના જાળાથી ભરાઈ ગયું આ શહેર, ફોટામાં જુઓ નજારો

કરોળિયા માણસને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી કરતા પરંતુ તેની ખાસિયત છે કે તેઓ પોતાના શરીરને ખેંચીને લાંબુ કરી શકે છે આથી તે લોકોને સ્ટ્રેચ સ્પાઈડર પણ કહેવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કરોળિયા એક પ્રકારના  મરછર વધી જવાથી થાય છે. આ મરછરનો ઉપયોગ કરોળિયા ખોરાક તરીકે કરે છે.

ઠંડીની સીઝન આવવાની સાથે આ મરછરની સંખ્યા ઓછી થઇ જાય છે અને આ કરોળિયાની સંખ્યામાં પણ ઘટાડો થઇ જાય છે.