દાન/ લાંબાવાળ ધરાવનાર નીલાંશીએ પોતાની પહેલી આવક કોરોનાના દર્દીઓને દાનમાં આપી

પહેલી આવક દાનમાં આપી

Gujarat
haircut લાંબાવાળ ધરાવનાર નીલાંશીએ પોતાની પહેલી આવક કોરોનાના દર્દીઓને દાનમાં આપી

મોડાસાની નિલાંશી પટેલે વિશ્વમાં સૌથી લાંબાવાળ ધરાવનાર ટીનેજર તરીકે વિશ્વભરમાં નામના મેળવી છે. નીલાંશીએ થોડા સમય પહેલા જ તેણે પોતાના વાળા કપાવ્યા છે. જે હવે અમેરિકાના પ્રસિદ્ધ રિપ્લી બિલીવ ઇટ ઓર નોટ નામના હોલિવૂડ મ્યુઝિયમની શોભા વધારી રહ્યા છે. નિલાંશી કેશ વૃદ્વિ માટે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેના થકી થયેલી પ્રથમ આવક નિલાંશીએ રામમંદિર અને કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુએ દાન આપી એક શ્રેષ્ઠ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

વાળ માટે તેની મમ્મીએ બનાવેલી રેસીપીની તેલની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ થકી થયેલી પહેલી કમાણી તેણે રામમંદિર અને કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુએ દાન આપી સમાજમાં દષ્ટાંત પુરૂ પાડ્યું  છે. નિલાંશીએ સૌ પ્રથમ 17 વર્ષની ઉમંરે વિશ્વમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાવ્યુ હતું. ત્યારે તેના વાળ 168 સેમી હતા. ત્યારબાદ સતત બે વર્ષ 18 અને 19 વર્ષની ઉંમરે પણ તેણે સ્થાન જાળવી રાખ્યુ હતું. 18 વર્ષની ઉંમરે તેના વાળ 170 સે.મી અને 19 વર્ષની ઉંમરે 190 સે.મી લાંબા હતા.