વડોદરા/ 67 મી રાષ્ટ્રીય શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનો વડોદરામાં પ્રારંભ,વિવિધ રાજ્યની ૩4 ટીમોના 400થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

શહેરના વાઘોડિયા રોડ પર આવેલ વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આજથી પાંચ દિવસિય અંડર 17 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ સાંસદના હસ્તે કરવામાં આવ્યો હતો

Gujarat Others
બેડમિન્ટન

ખેલનગરી વડોદરા શહેરમાં પ્રથમ વખત કેન્દ્રને ગુજરાત સરકાર સ્પોર્ટસ ઓથોરિટી ના સહયોગથી અંડર 17 બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

વાઘોડિયા રોડ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજે અંડર 17 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી ઋષિ ભટ્ટ, વડોદરા સ્પોર્ટ્સ અધિકારી ક્રિષ્ણા પંડ્યા, સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોનો સ્મૃતિચીન ને આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ રાજ્યોમાંથી આવેલી 34 ટીમોના ખેલાડીઓએ પરેડ માં ભાગ લીધો હતો સાંસદ રંજનબેન ભટ્ટ અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ના સેક્રેટરી ઋષિ ભટ્ટ ના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

અંડર 17 બેડમિન્ટન સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેવા આવેલી 34 ટીમના 400થી વધુ ખેલાડીઓ પૈકી દિલ્હી ટીમની ગ્રુપ લીડરે ગુજરાત અને વડોદરાના વખાણ કર્યા હતા સાથે શહેર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્વચ્છતા નિહાળી પ્રશંસા કરી હતી અને સાથે સાથે અમે વિજેતા બની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જઈશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો


whatsapp ad White Font big size 2 4 67 મી રાષ્ટ્રીય શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનો વડોદરામાં પ્રારંભ,વિવિધ રાજ્યની ૩4 ટીમોના 400થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ