વિવાદ/ સૌરાષ્ટ્ર યુનિ.માં ગાંધીજી વિરૂદ્ધ કવિતાનો મામલો, પોલીસે ગાંધીવાદીઓના લીધા નિવેદન

સૌ. યુનિ.માં યોજાયેલા કવિ સંમેલનમાં મહાત્મા ગાંધી વિરૂદ્ધ કવિતા પાઠ કરી તેમનું અપમાન કરવાની ઘટના સામે આવી હતી.

Gujarat Rajkot
સૌ. યુનિ.માં યોજાયેલા કવિ સંમેલનમાં મહાત્મા ગાંધી વિરૂદ્ધ કવિતા પાઠ કરી તેમનું અપમાન કરવાની ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી
  • રાજકોટમાં ગાંધીજી વિરૂદ્ધ કવિતાનો મામલો
  • સૌરાષ્ટ્ર યુનિ.માં કવિતા સંમેલનનું આયોજન કરાયુ હતુ
  • ગાંધીવાદી અગ્રણીઓ પોલીસ કમિશનર કરી રજૂઆત
  • ડૉ.નિદત બારોટ સહીત ગાંધીવાદીઓના નિવેદન લીધા
  • રજૂઆત બાદ પોલીસે લીધુ નિવેદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવિધ કારણોને લઈ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીમાં યોજાયેલા કવિ સંમેલનને કારણે ચર્ચામાં છે. સૌ. યુનિ.માં યોજાયેલા કવિ સંમેલનમાં મહાત્મા ગાંધી વિરૂદ્ધ કવિતા પાઠ કરી તેમનું અપમાન કરવાની ઘટના સામે આવી હતી.  મધ્ય પ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસની કવિતાના કેટલાક શબ્દોને કારણે આ વિવાદ ઉભો થયો હતો.

જો કે કેટલાક ગાંધીવાદીઓએ આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસે આ ઘટના અંગે અગ્રણી ગાંધીવાદી ડો. નિદિત બારોટ અને આની લોકોના નિવેદન લીધા હતા.

અત્રે નોધનીય છે કે, આ કવિ સંમેલનનું આયોજન યુનિવર્સિટી આયોજિત કાવ્ય મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત થયુ હતું. દેવકૃષ્ણ વ્યાસની કવિતામાં વિવાદાસ્પદ શબ્દોની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યુ છે કે ‘ચરખા ચરખા કરતે થે સબ, જબ જરૂરત પડી મશાલ કી, આઝાદી કે નાયક થે તુમ, કૈસે ખલનાયક જીત ગયે

જોકે, વિવાદ વધતા કવિ દેવકૃષ્ણ વ્યાસે માફી માંગી લીધી હતી. કવિ વ્યાસે કહ્યુ કે આ શબ્દો દ્વારા ગાંધીજી વિરૂદ્ધ લખવાનો મારો ભાવ નહતો. જેમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે અંગ્રેજોની ચાપલૂસી કરનારાઓ માટે છે. મે મોહમ્મદ અલી જિન્નાને ખલનાયક ગણાવ્યા છે, બાપૂ પ્રત્યે મારા મનમાં ઘણી શ્રદ્ધાં છે. કવિએ કહ્યુ કે, કવિતાને કારણે કોઇની ભાવનાને ઠેસ પહોચી છે તો હું માફી માંગુ છું. મારો ઇરાદો ગાંધીજી વિરૂદ્ધ કવિતા પાઠનો નહતો.

દુર્ઘટના/ જન્માષ્ટમી પર મથુરાના પ્રખ્યાત બાંકે બિહાર મંદિરમાં નાસભાગ, 2 શ્રદ્ધાળુઓના મોત