બનાસકાંઠા/ સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

જેનાલ ગામ 2017 માં પણ પુર નો ભોગ બન્યું હતું આજે સામાન્ય વરસાદ માં ગામ નો ઘણો વિસ્તાર ટાપુ માં ફેરવાઈ ગયો છે અમે એક એક ઘરની મુલાકાત લીધી છે જિલ્લા કે તાલુકાનું તંત્ર હજુ નથી પહોંચ્યું પણ મંતવ્ય ન્યૂઝ એ ધર ધર સુધી પહોંચી ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે

Top Stories Gujarat Photo Gallery
j1 3 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

ઉત્તર ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. બનાસકાંઠા માં ધોધમાર વરસાદ પડતાં જેનાલ ગામ ના 25 જેટલા પરિવારના ધર સુધી વરસાદી પાણી પહોચી ગયા છે. ગામ બેતમા ફેરવાઇ ગયું છે. ખેતર અને રસ્તાઓ પણ ટાપુમાં ફેરવાયા છે. લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદએ ગામને વેરવિખેર કરી નાખ્યું છે…

આપ નીચે ફોટોમાં જોઈ શકો છે કે, બનાસકાંઠા ના જેનાલ ગામ ના ખેતર ક્યાંય દેખાતા નથી રસ્તા પાણી વગર ના નથી. ગામ ના તમામ રસ્તા પર ઘુંટણ સમાં પાણી ભરાયા છે જેને કારણે અવર જવર ની આફત આવી છે. રેલવે નાળા પાસે ના રસ્તા પર ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે. આ રસ્તો પાંચ કરતા વધુ ગામો ને જોડી રહ્યો છે. પાંચ ગામના લોકો અને ખેડૂતોની અવરજવર છે. પણ પાણી ભરાઈ જતા મોટી હાલાકી ભોગવવી પડે છે. રાહદારીઓ કે બાઈક કે નાના સાધનો નીકળી શકતા નથી.

j5 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

મંતવ્ય ન્યૂઝ એ જ્યારે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સુધી પહોંચવા ટેક્ટર નો સહારો લીધી રસ્તા માં ચાર ચાર ફૂટ પાણી ભરાયેલા હતા ખેતરો બેટ માં ફેરવાયેલા હતા છતાં ગામ નો એક દુકાનદાર આજુબાજુ ચાર ફૂટ પાણી હોવા છતાં નાનો ગલ્લો ચાલુ રાખી ને વ્યાપાર કરતો હતો

j4 6 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

મંતવ્ય ન્યૂઝ એ સવાલ કરતા જવાબ પણ આચર્યચકિત સામે આવ્યો આજુબાજુ ના લોકો ક્યાંય જઈ શકે એમ ન હોવાથી લોકો ને સુવિધા માટે પાણી વચ્ચે સેવા માટે જ ગલ્લો ચાલુ રખાયો છે કારણ કે એક છેડા થી બીજા છેડે જવું જ સ્થાનિક ને કઠિન હતું જે ગલ્લો આજે એમના માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.

mathura 1 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

જ્યારે અમે ક્યાં ટેક્ટર તો ક્યાંક પગપાળા ચાલી ને એવા ધર સુધી પહોંચ્યા ત્યાં ધર ની આસપાસ આજે પણ વરસાદી પાણી છે ગઈ કાલે ધર માં પાણી હતી ખાધેપીધે સુખી પરિવાર આજે વરસાદ ના કારણે કંગાળ બની ગયો છે ઘરમાં અનાજ નથી કે નથી કોઈ સામાન ચારેબાજુ છે પાણી ચૂલો ક્યાં સલગાવવો એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે પીડિતો ખુરસી પર ગેસ બોટલ મૂકી રસોઈ બનાવી રહ્યા છે.

j2 4 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

જેનાલ ગામે આજે પણ 25 જેટલા પરિવાર છે કે જેમના ધર સુધી વરસાદી પાણી ભરાયેલા છે ખેતર માં બેટ જેવી સ્થિતિ અને ધરમાં દરિયો ક્યાં જવું આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર નિદ્રામાં છે. ગામના સરપંચએ ગામના પીડિતોની અનેક વાર મુલાકત લીધી છે. રસ્તો ક્રોસ કરવામાં પોતાનું ટેક્ટર વડે મદદ કરી રહ્યા છે.  પણ પાણી ના કારણે આજે પણ જેનાલ ના ઘણા પરિવાર પર આફત આવી છે એ નક્કી જ છે.

j3 3 સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો

જેનાલ ગામ 2017 માં પણ પુર નો ભોગ બન્યું હતું આજે સામાન્ય વરસાદ માં ગામ નો ઘણો વિસ્તાર ટાપુ માં ફેરવાઈ ગયો છે અમે એક એક ઘરની મુલાકાત લીધી છે જિલ્લા કે તાલુકાનું તંત્ર હજુ નથી પહોંચ્યું પણ મંતવ્ય ન્યૂઝ એ ધર ધર સુધી પહોંચી ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ઉચ્ચ અધિકારી ગામ ની વેદના ક્યારે જાણશે એ કહેવું જ મુશ્કેલ છે.

Parenting Tips / ભારતીય માતા-પિતાની આ ખરાબ ટેવો જે બાળકોનો બગાડે છે