Not Set/ આખરે કેન્દ્ર સરકારે હજ સબસીડી નાબુદ કરી.

દિલ્હી,  કેન્દ્રની મોદી સરકારે હજ સબસીડી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. માઇનોરીટી અફેર્સના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ મંગળવારે જણાવ્યું હતું કે, સબસીડી નાબુદ થયા પછી હજની યાત્રા પર થતાં ખર્ચ પર કોઇ અસર નહીં પડે. આ સબસીડીનો ઉપયોગ હવે લઘુમતી કોમના બાળકોના ભણતર પાછળ કરવામાં આવશે. મુખ્તાર અબ્બાસ નક્વીના કહેવા પ્રમાણે આ વર્ષથી જ […]

Top Stories
Khana Kaba HD Image આખરે કેન્દ્ર સરકારે હજ સબસીડી નાબુદ કરી.

દિલ્હી, 

કેન્દ્રની મોદી સરકારે હજ સબસીડી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. માઇનોરીટી અફેર્સના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ મંગળવારે જણાવ્યું હતું કે, સબસીડી નાબુદ થયા પછી હજની યાત્રા પર થતાં ખર્ચ પર કોઇ અસર નહીં પડે. આ સબસીડીનો ઉપયોગ હવે લઘુમતી કોમના બાળકોના ભણતર પાછળ કરવામાં આવશે.

imgID39668532 આખરે કેન્દ્ર સરકારે હજ સબસીડી નાબુદ કરી.

મુખ્તાર અબ્બાસ નક્વીના કહેવા પ્રમાણે આ વર્ષથી જ હજ સબસીડી નાબુદ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, 2016માં કેન્દ્ર સરકારે હજ સબસીડી પાછળ 405 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે 2014માં 577 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હજ સબસીડીનો મુખ્ય લાભ એર ઇન્ડિયાને મળતો હતો.

2012માં સુપ્રીમ કોર્ટે હજ સબસીડી સમાપ્ત કરવાનો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદ અનેક મુસ્લિમ નેતાઓએ પણ હજ સબસીડી સમાપ્ત કરવાની માગણી કરી હતી. સાઉદી અરબથી સરકારે ભારતીય હજ યાત્રિકોની સંખ્યામાં ભારે વધારો આ વર્ષથી કરી દીધો છે. કેન્દ્ર સરકારે હજ સબસીડી નાબુદ કરવા મામલે 6 સભ્યોની ટીમ પણ બનાવી હતી.