Not Set/ મેચ રેફરી સાથે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ICCએ કેપ્ટન કોહલીને ફટકાર્યો દંડ

સેન્ચુરીયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં મેચ રેફરી સાથે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કોહલીને ICCના કોડ ઓફ કંડકટના લેવલ ૧ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. ICCએ કાર્યવાહી કરતા કોહલી પર મેચ ફીનો ૨૫ ટકા દંડ ફટકાર્યો છે. BREAKING: Virat Kohli has been fined […]

Sports

સેન્ચુરીયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં મેચ રેફરી સાથે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કોહલીને ICCના કોડ ઓફ કંડકટના લેવલ ૧ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. ICCએ કાર્યવાહી કરતા કોહલી પર મેચ ફીનો ૨૫ ટકા દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન કોહલીએ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતિમ સેશનમાં અમ્પાયરે પ્રકાશ ઓછો હોવાના કારણે રમત રોકી હતી અને તે નિરાશ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ ગુસ્સામાં મેદાનમાંથી બહાર નીકળી સીધા મેચ રેફરી ક્રિસ બ્રોડના રૂમમાં પહોંચી ગયો હતો અને રેફરી સમક્ષ મેચ રોકવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત ICC દ્વારા કોહલીને ૧ ડિમેંરિટ પોઈન્ટ પણ મળ્યો છે. કોહલીએ આઈસીસીના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આચાર સંહિતાની ધારા ૨.૧.૧ નું ઉલ્લંઘન કર્યું છે, જે કોઈ પણ રમતની ભાવનાથી વિપરીત છે. બીજી બાજુ કોહલીએ મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા ફટકારવામાં આવેલી સજાને સ્વીકાર કરી લીધી છે.