2019 અને 2020 માં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ અને વન-ડે લીગને ICC એ લીલી ઝંડી આપી દીધી છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ નવ ટીમ વચ્ચે રમાશે જયારે વન-ડે લીગ 13 ટીમો વચ્ચે શરુ થશે. ટેસ્ટ સિરીઝ લીગમાં, નવ ટીમો બે વર્ષમાં છ શ્રેણી રમશે, જેમાંથી ત્રણ શ્રેણી પોતાની ધરતી પર જયારે ત્રણ શ્રેણી વિદેશી ધરતી પર રમાશે. દરેક ટીમને ઓછામાં ઓછી બે અને મહત્તમ પાંચ ટેસ્ટ રમવાની રહેશે. બધી ટેસ્ટ મેચો પાંચ દિવસની હશે અને અંતે વર્લ્ડ ટાઇટલ લીગ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે
વન-ડે લીગમાં વર્લ્ડ કપમાં સીધા પ્રવેશ મળશે, જેમાં 12 સંપૂર્ણ સભ્ય દેશો અને વર્તમાન આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપ વિજેતા ટિમ વચ્ચે રમવામાં આવશે. લીગની પ્રથમ સિઝનમાં, દરેક ટીમ ચાર સ્થાનિક અને ચાર વિદેશી શ્રેણી રમશે, જેમાં ત્રણ-ત્રણ વનડે હશે.
આઇસીસીના ચેરમેન શશાંક મનોહરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું આ નિર્ણય સુધી પહોંચવા માટે તમામ સભ્યોને અભિનંદન આપું છું. તે દ્વિપક્ષીય ક્રિકેટનો અર્થ આપવા માટે એક નવો પડકાર ન હતો, પરંતુ પ્રથમ વખત વાસ્તવિક ઉકેલ પર સર્વસંમતિ બની છે.