વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ટ્વેન્ટી-20 કારકિર્દીમાં 600 વિકેટ પૂરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં આવું કરનાર તે પ્રથમ બોલર બની ગયો છે. બ્રાવો હાલમાં ધ હન્ડ્રેડ ફોર્મેટમાં નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમી રહ્યો છે. બ્રાવોએ ગુરુવારે ઓવલ ઇનવિઝિબલ ટીમ સામે રમાયેલી મેચમાં બે વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, આ મેચ નોર્ધન સુપરચાર્જર્સ હારી ગઈ હતી. ઓવલની ટીમે સેમ કુરેનના 60 રનની મદદથી સાત વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
ટ્વેન્ટી-20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
600 ડ્વેન બ્રાવો (545 મેચ)
466 રાશિદ ખાન (338 મેચ)
457 સુનીલ નારાયણ (421 મેચ)
451 ઈમરાન તાહિર (358 મેચ)
418 શાકિબ અલ હસન (367 મેચ)
ડ્વેન બ્રાવોનું પ્રદર્શન
ટેસ્ટ: 40 મેચ, 2200 રન, 86 વિકેટ
ODI: 164 મેચ, 2968 રન, 199 વિકેટ
T20: 91 મેચ, 1255 રન, 78 વિકેટ
ફર્સ્ટ ક્લાસ: 100 મેચ, 5302 રન, 177 વિકેટ
લિસ્ટ A: 227 મેચ, 4046 રન, 271 વિકેટ
ટ્વેન્ટી20: 545 મેચ, 6850 રન, 600 વિકેટ
