ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પોતાની ક્રિકેટ કારકિર્દીને લઈને મોટો નિર્ણય લીધો છે. અર્જુન તેંડુલકર આગામી રણજી સિઝન પહેલા મુંબઈની ટીમ છોડવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને જાણ કરી છે અને હવે મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અર્જુન તેંડુલકર હવે મુંબઈ નહીં પણ ગોવા તરફથી ક્રિકેટ રમતા જોવા મળશે. આનું કારણ એ છે કે સતત ટીમનો ભાગ હોવા છતાં અર્જુન તેંડુલકરને મુંબઈ માટે રમવાનો ભાગ મળ્યો નથી.
અર્જુન તેંડુલકરે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસે એનઓસી માંગ્યું છે જેથી તેમનું ટ્રાન્સફર કોઈપણ સમસ્યા વિના થઈ શકે. ગોવા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિપુલ ફડકેએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે અર્જુન તેંડુલકર ગોવા માટે પ્રોફેશનલ ક્રિકેટ રમવા માંગે છે, જેના માટે તેની સાથે વાતચીત થઈ રહી છે.
વિપુલના કહેવા પ્રમાણે, એકવાર અર્જુન તેંડુલકરને એમસીએ તરફથી એનઓસી મળી જશે તો તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે અને તે પછી તેને ગોવાની ટીમમાં સામેલ કરી શકાશે. તમને જણાવી દઈએ કે મુંબઈની રણજી ટીમે ગત સિઝનમાં અર્જુન તેંડુલકરને પોતાની સાથે જોડ્યો હતો.
સિનિયર ટીમ સાથે જોડાયા બાદ અર્જુન તેંડુલકરને કોઈ મેચ મળી નથી. 22 વર્ષીય અર્જુન તેંડુલકર અગાઉ ભારતની અંડર-19 ટીમનો તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. જો કે, અહીં પણ અર્જુન તેંડુલકરને છેલ્લી બે સિઝનથી કોઈ મેચ રમવા મળી નથી.
Russia Ukraine War/ 98% યુક્રેનિયનો માને છે કે તેઓ રશિયા વિરુધ્ધ યુદ્ધ જીતી જશે, સર્વે દર્શાવે છે, કેટલાક નવા અપડેટ્સ વાંચો
