Not Set/ રાજ્યમાં બે જૂથ અથડામણો, હળવદ- સુરતમાં ટોળા આમને – સામને

રાજ્યમાં બે શહેરોમાં જૂથ અથડામણ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે. મોરબી જીલ્લાનાં હળવદમાં ફરી બે જૂથો સામે-સામે આવી ગયા હતા. તો સુરતમાં પણ બે જૂથો વચ્ચે ટક્કરાવની ઘટના સામે આવી છે. જૂથ અથડામણનાં પગલે બનેં સ્થળોએ ભારેલ અગ્ની જેવી સ્થિતિ ઉદ્દભવેલી જોવા મળી રહી છે. મોરબી જિલ્લાના હળવદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
group fighting file photo

રાજ્યમાં બે શહેરોમાં જૂથ અથડામણ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે. મોરબી જીલ્લાનાં હળવદમાં ફરી બે જૂથો સામે-સામે આવી ગયા હતા. તો સુરતમાં પણ બે જૂથો વચ્ચે ટક્કરાવની ઘટના સામે આવી છે. જૂથ અથડામણનાં પગલે બનેં સ્થળોએ ભારેલ અગ્ની જેવી સ્થિતિ ઉદ્દભવેલી જોવા મળી રહી છે.

group fighthing file photo1

મોરબી જિલ્લાના હળવદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરા તફરી મચી ગઈ હતી. પાનના ગલ્લા પર બે વ્યક્તિઓ વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા તે જૂથ અથડામણમાં ફેરવાઈ હતી. સરા રોડ પર થયેલી આ અથડામમાં ચાર લોકોને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં બે ની હાલત વધુ ગંભીર જણાતા તેમને મોરબી ખાતે રિફર કરાયા છે. હળવદની સરકારી હોસ્પિટલમાં પણ બન્ને જૂથના ટોળા સામસામે આવી જતા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જ્યાં ટોળાને વિખેરવા પોલીસને હળવો બળ પ્રયોગ કરવા પડ્યો હતો. હોસ્પિટલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અહી પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે બન્ને પક્ષ વિરૂદ્ધ સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં પણ બે જૂથો વચ્ચે તકરારમાં 2 રાઉન્ડ ફાયરીંગ કરવામા આવતા સામાજીક એખલાસનું વાતવરણ ડહોળાયેલું જોવા મળી રહ્યું છે. સુરતનાં પલસાણાનાં અંત્રોલીમાં ભૂરી ગામની ઘટનામાં 2 વર્ષ જૂની અદાવતમાં તકરાર થઇ હતી. તકરારમાં બુટલેગર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં બે વ્યક્તિઓને લાકડાનાં ફટકા મારી ઇજા પહોંચાડ્યા બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામે બે ફાયરીંગ કરવામા આવતા, બુટલેગર બેકાબુ બન્યાની વાતથી પોલીસની પણ આબરુ દાવમાં લાગી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બાજી સંભાળી લીધી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.