Botad News : બોટાદ તાલુકા સેવાસદન માં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજીબાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી ગાણું ગાઈ રહ્યાં છે.
બોટાદ જિલ્લામાં 2012 થી જીલ્લો જાહેર કરવા સાથે કરોડના ખર્ચે બિલ્ડિંગોનાં નિર્માણ કરી વિભાગો કાર્યરત થઇ ગયા હતા. સરકાર દ્વારા વિભાગોને લાઈટનો ખર્ચ બચાવવાં માટે બિલ્ડીંગ ના નિર્માણ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી સોલાર પેનલ લગાવવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહિ છે. સરકારી કચેરીઓ ને દર મહિને હજારો રૂપિયાનું બિલ આવે છે. જો સોલર પેનલ કાર્યરત હોત તો કેટલાક વર્ષોથી લાઈટ બિલ ફરી રહેલ કચેરીઓને લાખોની બચત થઈ હોત, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ને કારણે સરકારના નાણાં વ્યર્થ જઈ રહ્યા છે ત્યારે જવાબદાર કોણ તે મોટો સવાલ થાય છે.
બોટાદ તાલુકા સેવા સદન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીને જાળવણીની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તાલુકા સેવા સદનમાં છત પર લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં આવી ગઈ છે. કેટલાય વર્ષોથી છત પર ચડવાની કોઈએ તસ્દી ના લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સોલાર પેન્ડલ સાથે કેટલા વર્ષોથી જનરેટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નિયમિત જાળવણીના અભાવે ભંગાર હાલત થઈ છે ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે સ્ટેટ R&B વિભાગ દ્વારા પસંદ થયેલ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન થવા બદલ રિકવરી કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લા R&B કાર્યપાલક ઇજનેરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર હકીકત અંગે તપાસ કરવામાં આવશે અને જવાબદાર પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તો જોવાનું રહે છે કે સરકારી મિલકતની જાળવણીમાં બેદરકારીને કેટલી ગંભીરતાથી લેવાય છે અને શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું
આ પણ વાંચો:ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી
આ પણ વાંચો:મિલકતો પર બુલડોઝર ફેરવવાનો આડેધડ નિર્ણય અયોગ્ય, CJIએ નિવૃતિ સમારંભમાં કરી ટિપ્પણી
