Ahmedabd News/ ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

આ પ્રસંગે અનેક સંત મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 12 11T203846.760 ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

Ahmedabd News : અમદાવાદના પાલડીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદ (વણિકર ભવન સ્મારક)નું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે ઉભું થવા જઈ રહ્યું છે. જેનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે અનેક સંતો મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા અને આક્રમક તેવરમાં દેખાયા હતા. દેશમાં વધી રહેલા લવજેહાદ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્ર પટેલનો ડંડો લવજેહાદની સામે છે અને પોલીસ તેમની સામે કાર્યવાહી કરી રહી છે. જો ઓવૈસી ધર્મ માટે કહી શકે, એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે, તો હું તો મારા રાજ્યની ભોળી ભાળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું.’

Beginners guide to 2024 12 11T203954.886 ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

અમદાવાદના પાલડીમાં આવેલા ડો. વણીકર સ્મારક ભવનનું પુનઃ નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અગાઉ આ જગ્યા અહીંયા અનેક વિશ્વ હિન્દુ પરિષદના દિગ્ગજ નેતાઓએ પોતાના તેજાબી ભાષણોના કારણે ચર્ચામાં રહેલી છે અને હવે આ મકાનના નવીનીકરણ કરવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે અનેક સંત મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા. તેવા સમયે આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક તેવરમાં દેખાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.નવા કાર્યાલય માટે ભૂમિ પૂજન પ્રસંગે જ કરોડોના દાનની જાહેરાત પણ દાતાઓ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા તેમણે આગવા અંદાજમાં ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો હિસાબ કિતાબ આપ્યો.

Beginners guide to 2024 12 11T203748.900 ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

પોતાના સંબોધન દરમિયાન કટરવાદી ઈસ્લામિક નેતા તરીકે ઓળખાતા ઓવૈસી પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો ઓવૈસી ધર્મ માટે કહી શકે તો એ એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે, તો હું તો મારા રાજ્યની ભોળી ભાળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું.હર્ષ સંઘવીએ રાજ્યમાં લવ જેહાદ મામલે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપતા પોતાના સંબોધનમાં કહ્યું કે, પરિષદના અનેક કાર્યકર્તાની માહિતીઓના આધારે સમાજના વિવિધ વર્ગોની માહિતીઓના આધારે ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્ર પટેલનો ડંડોએ લવ જેહાદની સામે છે, મજબૂતાઈથી અને ગંભીરતા પૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી છે. રાજ્યની ભોળી દીકરીઓ, જેમના મનમાં પ્રેમએ પવિત્ર વ્યવહાર છે, એમને ફસાવવાના પ્રયાસ કરનારની સામે પોલીસ સક્રિયતાપૂર્વક કામ કરી રહી છે.

રાજ્યમાં અનેક કિસ્સામાં પોલીસે માતા-પિતાને દીકરી પરત કરી છે. કોઈ સલીમ સુરેશ બની અને હિન્દુ યુવતીને ફસાવે એ ચાલવી નહીં લેવાય.માત્ર આટલું જ નહીં, પરંતુ હર્ષ સંઘવીએ ગૌહત્યા મામલે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપતા કહ્યું કે, 16 જેટલા કિસ્સામાં ગૌહત્યાને સજા થઈ છે. માત્ર ગૌહત્યારાઓને પકડવા નહીં, પરંતુ તેમને સજા અપાવવી ત્યાં સુધી સરકાર તે કેસની પાછળ રહે છે. આ ઉપરાંત દ્વારકા, હર્ષદ માતા, કચ્છ વગેરે જેવા સ્થળો પર રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મામલે થયેલી કાર્યવાહીને યાદ કરતા ચેતવણી આપી કે જ્યાં જ્યાં હજુ આ પ્રકારના દબાણો હશે ત્યાં તેને દૂર કરવામાં કોઈ કચાસ બાકી નહીં રાખવામાં આવે, ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જ્યાં ગેરકાયદેસર બાંધકામો હશે ત્યાં જ ફરશે કોઇ સમાજ સાથે અન્યાય કરવામાં નહીં આવે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં તૈયાર થઈ રહેલા નવા કાર્યાલયનું ભૂમિપૂજન થયું. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત ગુજરાતના પ્રદેશ હોદ્દેદારો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાધુ સંતો અને અમદાવાદ શહેરના ધારાસભ્યો અને વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં નવા કાર્યાલયના બાંધકામ માટે ભૂમિપૂજન થયું. રૂ. 10 કરોડના ખર્ચે 711 વારના પ્લોટમાં બેઝમેન્ટ પાર્કિંગ સાથે 28 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થનાર ભવન અત્યઆધુનિક સુવિધાઓથી સજ્જ કરાશે. આ ભવનમાં મંદિરની સાથે ઈ-લાઈબ્રેરી, મુખ્ય કાર્યાલય, વિવિધ વિભાગના કાર્યાલયો, ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ માટે રૂમોની સુવિધા, વિશાળ ભોજનાલય તૈયાર કરાશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને સમગ્ર ભવન સોલરની મદદથી ચાલે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.

એક જમાનામાં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એક ઈન્દિરાનો પક્ષ કોંગ્રેસ (I) તરીકે ઓળખાયો હતો. બિલકુલ એમ જ, વિશ્વ હિન્દુ પરિષદે હવે કૌંસમાં (M) લગાડવાનું જ બાકી રાખ્યું છે અને બીજો ફાંટો પ્રવિણ તોગડિયાનો છે, જે હજુ હમણાં સુધી સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ હતા અને હવે જેમને બેસવા માટે ઓરડો ય નથી મળતો. બહુ અપમાનજનક રીતે વિહિપમાંથી તોગડિયાની હકાલપટ્ટી થઈ અને તેમણે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ (AHP)ની સ્થાપના કરી એ પછી નવી સંસ્થાના નામે તોગડિયા પણ હજુ કોઈ મોટો મોરલો ટાંકી શક્યા નથી. હવે ચૂંટણી નજીક આવી રહી છે માટે હિન્દુ પરિષદના બંને ફાંટાઓ એકમેક પર સર્વોપરિતાના નામે જંગે ચડ્યા છે અને તેમાં નિમિત્ત બન્યું છે. પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા ડો. વણિકર ભવન, જે એક-દોઢ દાયકા પહેલાં સત્તાના સમાંતર કેન્દ્ર તરીકે જાણીતું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ

આ પણ વાંચો: સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ

આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક નકલી હોસ્પિટલ પકડાઈ