દિલ્હીમાં/ હિંદુ સંગઠનોએ કુતુબમિનાર સંકુલમાં પૂજા કરવાની કરી માંગ,આજે હનુમાન ચાલીસાના પાઠ કરવાની કરી જાહેરાત

દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર પરિસરમાં કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદના માળખામાં મૂર્તિઓને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે

Top Stories India

 દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર પરિસરમાં કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદના માળખામાં મૂર્તિઓને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે.  હિન્દુ સંગઠનો ત્યાં સ્થાપિત ભગવાન ગણેશની બે ઉંધી મૂર્તિઓને લઈને ખૂબ નારાજ છે. સંગઠનોનું કહેવું છે કે મસ્જિદમાં ઊંધી મૂર્તિઓ હિંદુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે, તેથી તેને ત્યાંથી હટાવી દેવી જોઈએ.

હિંદુ સંગઠનોએ મસ્જિદના માળખા પરની તમામ મૂર્તિઓને હટાવવા અને તેમને પવિત્ર કરવાની માંગ કરી છે. આ સાથે પૂજા માટે પણ પરવાનગી માંગવામાં આવી છે. આટલું જ નહીં કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની પણ માંગ છે. જણાવી દઈએ કે સંયુક્ત હિંદુ મોરચાના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જય ભગવાન ગોયલે આ માંગણીઓને લઈને અન્ય હિન્દુ સંગઠનો સાથે મંગળવારે કુતુબમિનાર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે.

ગોયલે કહ્યું કે તેઓ હિંદુ સંગઠનો સાથે શાંતિપૂર્ણ રીતે ત્યાં જશે અને કુતુબ મિનાર સંકુલમાં મસ્જિદ તરીકે ઓળખાતી સંરચનાને મંદિર જાહેર કરવાની અને ત્યાં હનુમાન ચાલીસા વાંચવાની માંગણી કરશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ ધર્મ વિશે વાત કરશે નહીં, તેમની માત્ર માંગ છે કે બંધારણમાં ભગવાનની મૂર્તિઓની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે અથવા મૂર્તિઓને ત્યાંથી હટાવીને એવી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે જ્યાં તેઓ પૂજા કરી શકે.

ગોયલે વધુમાં કહ્યું કે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે 27 હિન્દુ અને જૈન મંદિરોને નષ્ટ કર્યા પછી આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું અને તેમાં મૂર્તિઓ છે, તેથી આ સ્ટ્રક્ચર મંદિર બની ગયું. તેમણે દલીલ કરી હતી કે ઘણા વિજ્ઞાનોએ પણ કહ્યું છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. પરંતુ અલગ અલગ વિચારધારાના લોકોએ ઈતિહાસ ખોટો લખ્યો છે. તેમણે કહ્યું કે તેમણે કુતુબ મિનારનું નામ વિષ્ણુ સ્તંભ રાખવાની પણ માંગ કરી હતી.