Ahmedabad News/ ગાંધીનગરના પેથાપુરમાં ડબલ મર્ડરના ગુનામાં 24 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ક્રાઈમ બ્રાંચે ટેક્નીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરીને આરોપીને ભરૂચના દહેજથી ઝડપી લેવામાં આવ્યો હતો

Ahmedabad Gujarat

Ahmedabad News : ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં 2002ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. તે સમે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી વોન્ટેડ હતો.

દરમિયાન ક્રાઈમ બ્રાંચે ટેક્નીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરીને આરોપીને ભરૂચના દહેજથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી નિુૂપમ ઉર્ફે ભુરીયો ઉર્ફે મુન્નાભાઈ જે.કણસાગરા સુરતમાં રહેતો હતો અને મુળ પોરબંદરના કુતિયાણાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તપાસમાં આરોપી સામે રાજકોટ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું તથા સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પાસા અટકાયતી તરીકે રહેલો હોવાનું બહાર આવ્યું છે.
ડબલ મર્ડર કર્યા બાદ આરોપી વતન અને પરિવારને છોડીને અલગ અલગ ઠેકાણે જનરેટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. હાલમાં તે પરિવાર સાથે સુરત રહેવા ગયો હતો. તેણે પોતાનું નામ બદલીને મુન્નાભાઈ પટેલ રાખ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,