જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્રારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા 2024 માં પ્રથમ નમ્બરે ભાઈઓમાં સવજીભાઈ મકવાણા 12 મોદક,બહેનોમાં પદ્મિનીબેન ગજેરા 9 મોદક, બાળકોમાં આયુષ ઠાકર એ 5 મોદક આરોગીને વિજેતા બન્યા હતા.જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્રારા સતત 15માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઇ હતી.જેમાં 10 બાળકો સહિત 49 ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગણેશ ચારતુર્થીના પાવન દિવસે છેલ્લા 14 વર્ષથી બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્રારા જામનગર ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ શ્રી ગિરિનારાયણ બ્રહ્મની વાડી ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા 2024 યોજવામાં આવી હતી. આ લાડુ આરોગવાની સ્પર્ધામાં કુલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં 10 બાળકો , ભાઈઓ 33 અને બહેનો ભાગ લીધો હતો.
મોદક સ્પર્ધા અંગે આનંદ દવે એ જણાજામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્રારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાવ્યું હતું કે આજની સ્પર્ધામાં શુદ્ધ ધીનાં લાડુ અને દાળ રાખેલ હતા.જેમાં ભાઈઓમાં સવજીભાઈ મકવાણા 12 મોદક આરોગીને પ્રથમ સ્થાને રહ્યા હતા. બાળકોમાં આયુષ ઠાકર એ 5 લાડુ આરોગીને પ્રથમ નમ્બરે આવ્યો હતો.તો બહેનોમાં સતત ચોથા વર્ષે ભાગ લેનાર પદ્મિનીબેન ગજેરા ભાગ લઈને 9 લાડુ આરોગીને પ્રથમ આવતા અભિનંદન સાથે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા.

મોદક સ્પર્ધાના સ્પર્ધકોન્ડ પ્રોત્સાહિત જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતેન્દ્ર લાલ,તેમજ શિવસાગર શર્મા,ડો.સુરેશ ઠાકર, ડો.ગાયત્રીબેન ઠાકર,પ્રમુખ વૃદાવન ગોશાળાના પ્રમુખ ચંદુભાઈ રાજ્યગુરુ,અશોકભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા 24 સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી,પ્રોજેકટ ચેરમેન વિજય ત્રિવેદી, મંત્રી મનીષભાઈ રાવલ સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો:બનાસકાંઠામાં વિવિધ કારણોસર આપઘાતના બનાવો સામે આવ્યા
આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ
આ પણ વાંચો:આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
