Not Set/ ભુજ: ભાઈ-બહેનનું અપહરણ, બાળકી બેભાન અવસ્થામાં મળી જ્યારે ભાઈનું મોત

ભુજના અખરખપુર ગામે બુધવારના રોજ નાની વયના બે પિતરાઈ ભાઈ-બહેનોને કોઈ ઉઠાવી ગયું હતું. આવા સમાચાર મળતા પરિવારમાં ચિંતાનો માહોલ બની ગયો હતો. આખરે આ બંને બાળકોમાનું એક બાળક ગામના છેવાડે વાડમાંથી મળી આવ્યું હતું. જયારે બીજું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. મૃતક બાળકની ઉંમર સાડા ત્રણ વર્ષ હતી. ફોટો: ભાઈ દાનીયલ ઈસ્માઈલ ખત્રી અને બહેન રુબાબા […]

Top Stories Gujarat
1 1528352516 ભુજ: ભાઈ-બહેનનું અપહરણ, બાળકી બેભાન અવસ્થામાં મળી જ્યારે ભાઈનું મોત

ભુજના અખરખપુર ગામે બુધવારના રોજ નાની વયના બે પિતરાઈ ભાઈ-બહેનોને કોઈ ઉઠાવી ગયું હતું. આવા સમાચાર મળતા પરિવારમાં ચિંતાનો માહોલ બની ગયો હતો.

આખરે આ બંને બાળકોમાનું એક બાળક ગામના છેવાડે વાડમાંથી મળી આવ્યું હતું. જયારે બીજું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. મૃતક બાળકની ઉંમર સાડા ત્રણ વર્ષ હતી.

ભુજ મોત ભુજ: ભાઈ-બહેનનું અપહરણ, બાળકી બેભાન અવસ્થામાં મળી જ્યારે ભાઈનું મોત

ફોટો: ભાઈ દાનીયલ ઈસ્માઈલ ખત્રી અને બહેન રુબાબા આમદભાઈ ખત્રી

જો કે, જીવિત બાળક બેભાન અવસ્થામાં હતું, જેથી તેને સારવાર માટે ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.

  • મૃત બાળકનાં શરીર પર કોઈ ઘાવ નહોતા:

સાડા ત્રણ વર્ષના મૃત બાળક(નામે દાનીયલ ખત્રી) નાં શરીરે કોઈ તીક્ષ્ણ ઘાવ કે સામાન્ય ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા. તે બાળકની મૃત્યુ કેમ થઇ તે અંગે ગંભીરતાથી તપાસ થઇ રહી છે. પોલીસ તપાસ કરી અને સમજી રહી છે કે આ અકસ્માત છે કે હત્યા.

  • ભાઈ-બહેનનું થયું હતું અપહરણ:

અખરખપુર નિવાસી સાડા ત્રણ વર્ષીય દાનીયલ ઈસ્માઈલ ખત્રી અને બહેન ઉંમરે અઢી વર્ષ રુબાબા આમદભાઈ ખત્રી બુધવારના રોજ પોતાના ઘરની નજીક રમી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે જયારે તેઓ રમી રહ્યા હતા તે સમયે કોઈએ તેમનું અપહરણ કરી લીધું હતું.