દ્વારકાધીશ મંદિર/ ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈઃ અશુભના સંકેત

ભારે પવન અને વરસાદના લીધે દ્વારકાધીશના જગતમંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ છે. પૌરાણિક માન્યતા મુજબ દ્વારકાધીશની ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે.

Gujarat Trending
Dwarkadhish ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈઃ અશુભના સંકેત

બિપરજોયના લીધે દ્વારકાનો દરિયો ગાંડોતૂર Dwarkadhish-Dhaja થયો છે. દ્વારકામાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસે છે. ભારે પવન અને વરસાદના લીધે દ્વારકાધીશના જગતમંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ છે. પૌરાણિક માન્યતા મુજબ દ્વારકાધીશની ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે. આ ઉપરાંત હાલમાં ચાલતા તેજ પવન અને ભારે વરસાદના લીદે બે દિવસથી કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી.

બે દિવસ અગાઉ ચડાવવામાં આવી હતી એક સાથે બે ધજા
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે Dwarkadhish-Dhaja બે દિવસ અગાઉ બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી ગઈકાલે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.

આજે સતત બીજા દિવસે નહીં ચડાવાય ધજા
તો બીજી બાજુ ઈતિહાસમાં સતત બીજા દિવસે પણ Dwarkadhish-Dhaja દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે નહી. ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં. બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટ્યા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. મંદિરના તંત્ર દ્વારા આજે પણ ધજા ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકામાં બે દિવસથી બનતી ઘટનાએ ભક્તોમાં ઉત્કઠાં વધારી છે. દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા દિવસમાં 5 વખત ચડતી હોય છે. પરંતુ વાવાજોડાની અસરને લઇ સતત બે દિવસ ધજા નહીં ચડે.

અબોટી બ્રાહ્મણો દ્વારા ચડાવવામાં આવે છે ધજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી Dwarkadhish-Dhaja બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.

 

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે દ્વારકા મોકલી આપી મદદ

આ પણ વાંચોઃ Cyclone/ 5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક જ વિનાશના તોફાનો કેમ વધ્યા ગુજરાત તરફ?

આ પણ વાંચોઃ Biparjoy Cyclone/ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો,અમદાવાદ મનપાએ જાહેર કરી ગાઈડલાઈન

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતમાં ભારે તબાહી, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આ જીલ્લા Red Zone, NDRF અને આર્મીના જવાનો તૈનાત

આ પણ વાંચોઃ સમીક્ષા/ CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યાઃ કેબિનેટ બેઠક રદ