Not Set/ મગફળી તપાસ મુદ્દે ગૃ઼હમંત્રીએ યોજી પત્રકાર પરિષદ, સરકારની ખેડૂતોને બોનસ આપવાની વિચારણા :પ્રદિપસિંહ

રાજકોટ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી મગફળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરનાર વિપક્ષ પર ચાબખા માર્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં ખેડૂતોના મત લેવા માટે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. તો શાપરના ગોડાઉનમાં લાગેલી આગ અને પરેશ ધાનાણીના શંકાસ્પદ વાઈરલ ઓડિયો મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહારો […]

Top Stories Rajkot Gujarat Trending
as 7 મગફળી તપાસ મુદ્દે ગૃ઼હમંત્રીએ યોજી પત્રકાર પરિષદ, સરકારની ખેડૂતોને બોનસ આપવાની વિચારણા :પ્રદિપસિંહ

રાજકોટ

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી મગફળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરનાર વિપક્ષ પર ચાબખા માર્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં ખેડૂતોના મત લેવા માટે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.

તો શાપરના ગોડાઉનમાં લાગેલી આગ અને પરેશ ધાનાણીના શંકાસ્પદ વાઈરલ ઓડિયો મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ દ્વારા પ્રાથમિક રિપોર્ટ કરવામાં આવ્યો છે. બીજા તબક્કાનો રિપોર્ટ આવ્યા બાદ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવશે.

તો આ સાથે પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, સરકાર મગફળી ખરીદીને બદલે ખેડૂતોને બોનસ આપવા વિચારી શકે છે, આ પ્રકારનું મોડલ મધ્યપ્રદેશમાં કાર્યરત છે.

તો બીજું બાજુ આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી કાંડ મામલે સરકારનો વિરોધ કરી ઉપવાસ કરી રહ્યા છે. સાબરમતી ગાંધી આશ્રમ પહોંચીને ધાનાણીએ બાપૂના હૃદયકુંજમાં શીશ નમાવીને પગલે લાગ્યા હતા. ત્યારબાદ બહાર બેસીને ઉપવાસની શરૂઆત કરી હતી.