વિવાદ/ જામનગરમાં વધુ એક જમીન પચાવી પડાઈ : થઈ છે આવી ફરિયાદ

અઢી વર્ષથી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડેલ ફરીયાદીએ આરોપીને જમીન ખાલી કરવા કહેતા આરોપીએ જમીન ખાલી નહી થાય અને ફરી ક્યારેય જમીને આવતા નહી એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ

Top Stories Gujarat
જામનગર

જામનગર જીલ્લામાં વધુ એક જમીન પચાવી પાડયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.  આ ફરિયાદની વિગતો પર નજર કરવામાં આવે તો જામનગર શહેરના સુમેર ક્લબ રોડ પર વસવાટ કરતા રામજીભાઈ આંબાભાઈ ગઢીયાની માલીકીની જામનગર તાલુકાના વીરપર ગામના આવેલ જુના રેવન્યુ સર્વે નં.29 / પૈકી -૩ ( નવા રેવન્યુ સર્વે નં.132 ) વાળી ખેતીની જમીન હે.આ.રે.1-29-70 ( આઠ વિઘા ) વાળી ખેતીની જમીનમા રસીકભાઈ ખીમજીભાઈ ઉર્ફે ખીમાભાઈ ઘાડીયાએ છેલ્લા અઢી વર્ષથી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડેલ હોય ફરીયાદીએ આરોપીને જમીન ખાલી કરવા કહેતા આરોપીએ જમીન ખાલી નહી થાય અને ફરી ક્યારેય જમીને આવતા નહી એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને આ જમીનમા ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ છે.

જેથી ફરીયાદીએ પ્રથમ રસિક વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અર્થે જીલ્લા કલેક્ટરને અરજી કરેલ હતી જે અનવ્યે આરોપીએ જમીનનો કબ્જો એક મહીનામાં ખાલી કરી આપશે તે મુજબ લેખીત બાહેંધરી આપેલ હતી પરંતુ ત્યાર બાદ આશરે પાંચેક મહીના વીતી જવા છતા કબ્જો ખાલી કરેલ ન હોય અને ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખતા ફરીયાદી એ તા.14 / 11 / 2021 ના રોજ ફરી આરોપી સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અર્થે જીલ્લા કલેકટર જામનગરને અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતી જામનગરે અરજી તપાસ કરી પુરાવા એકત્રીત કરી જીલ્લા કલેકટરનો હુકમ મેળવી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 8 વીઘા જમીન પચાવી પાડવા અંગે પંચ એ ડિવિઝનમાં ગુન્હો દાખલ કરતા ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

123

આ પણ વાંચો : સુરેન્દ્રનગરનાં સમલામાં યુવકની હત્યાનો મામલો ગણતરીમાં ઉકેલતી વઢવાણ પોલીસ