Not Set/ બહાર ફરવા ગયેલા પરિવારો સોશ્યલ મિડીયામાં તસ્વીરો શેર કરે નહીં

આગામી દિવસોમાં નાતાલ, 31મી ડીસેમ્બર જેવા ફેસ્ટીવલ આવી રહ્યા છે. જેની ઉજવણી કરવા બહાર ગામ પરિવાર સાથે જતા લોકોએ ફરવા ગયા હોય ત્યાંની તસ્વીરો સોશ્યલ મીડીયામાં શેર ન કરવી જોઈએ

Gujarat
2 1 6 બહાર ફરવા ગયેલા પરિવારો સોશ્યલ મિડીયામાં તસ્વીરો શેર કરે નહીં

આગામી દિવસોમાં નાતાલ, 31મી ડીસેમ્બર જેવા ફેસ્ટીવલ આવી રહ્યા છે. જેની ઉજવણી કરવા બહાર ગામ પરિવાર સાથે જતા લોકોએ ફરવા ગયા હોય ત્યાંની તસ્વીરો સોશ્યલ મીડીયામાં શેર ન કરવી જોઈએ. તેઓ બહારગામ ગયા છે અને ઘર રેઢુ છે તેવી જાણ તસ્કરોને થતા ચોરી કરવા ત્રાટકી શકે છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસના સાયબર સેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો હરવા-ફરવાના સ્થળોએ પરિવાર સાથે બહારગામ જાય ત્યારે પ્રવાસ સ્થળો ઉપર પાડેલી તસ્વીરો સોશ્યલ મીડીયાના સ્ટેટસમાં મુકતા હોય છે. પરંતુ લોકોએ આવા સ્ટેટસ ન મુકવા જોઈએ તેનો દુરૂપયોગ થઈ શકે છે. ઉપરાંત શાતીર તસ્કરોને પણ ખબર પડે છે કે, ઘર રેઢુ છે પરિવાર ફરવા ગયો છે.

પરિણામે ઘરમાં ખાતર પડી શકે છે. આગામી દિવસોમાં નાતાલ, 31મી ડીસેમ્બર જેવા ફેસ્ટીવલ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાંથી અનેક દિવસો ફરવા બહારગામ જવાના હશે આવા પરિવારોએ બહારગામ ગયા હોય તેની તસ્વીરો સ્ટેટસમાં મુકવી ન જોઈએ કે સોશ્યલ મીડીયામાં શેર ન કરવી જોઈએ.