Ahmedabad Gaming Zone/ અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ હોવાનું કોર્પોરેશનની તપાસમાં જણાઈ આવ્યું છે. આ બતાવે છે કે અમદાવાદ પણ રાજકોટ ગેમ ઝોન જેવી હોનારતની રાહ જોઈ રહ્યુ છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 75 1 અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

Ahmedabad News: રાજકોટમાં ગેમ ઝોનમાં (Rajkot Gamzone Fire) બનેલી આગની ઘટના પછી અમદાવાદના બધા મોલ અને તેમાં આવેલા ગેમિંગ ઝોનની ચકાસણી મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરી છે. દરેક ગેમિંગ ઝોને યોગ્ય મંજૂરીઓ લીધી છે અને તેના માટેના યોગ્ય નિયમોનું પાલન કર્યુ છે તેની ચકાસણી કરી હતી. તેમાં અમદાવાદમાં ત્રણ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનું અને એક પાસે પોલીસ મંજૂરી ન હોવાનું બહાર આવ્યું હતું.  આ ઉપરાંત અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ હોવાનું કોર્પોરેશનની તપાસમાં જણાઈ આવ્યું છે. આ બતાવે છે કે અમદાવાદ પણ રાજકોટ ગેમ ઝોન જેવી હોનારતની રાહ જોઈ રહ્યુ છે. તાજેતરમાં જ અમદાવાદના ટીઆરપી મોલમાં આગ લાગી હતી તે સમયે ફાયરબ્રિગેડની સમયસૂચકતાના લીધે બધાનો જીવ બચી ગયો હતો, પરંતુ જો આ રીતે નિયમોનું પાલન જ થતું નહીં રહે તો પછી અમદાવાદ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બહુ ખાસ દૂર નથી. હાલમાં રાજકોટની ઘટનામાંથી તંત્ર બોધપાઠ નહીં લે અને નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરાવે તો અમદાવાદ પણ આવી કમનસીબ કરુણાંતિકાનો ભોગ બની શકે છે.

મોટાભાગના ગેમિંગ ઝોનમાં યોગ્ય વેન્ટિલેશન પણ નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ કરાયું હતું. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આ તમામ બાબતોની ચકાસણી કરી અને જ્યાં સુધી આ ખામીઓને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોનને ચાલુ ન કરવા દેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તમામ ગેમ ઝોનમાં આજે ચેકિંગ પૂર્ણ થયા બાદ એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચેકિંગ

અમદાવાદના તમામ ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, NOC, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા SHOTT ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી.

વસ્ત્રાપુરના ગેમ ઝોનમાં એનઓસી નથી

વસ્ત્રાપુર વિસ્તારના આલ્ફા વન મોલમાં જે ગેમ ઝોન આવેલા છે. તેમણે કોઈએ વ્યક્તિગત ફાયર એનઓસી લેવામાં આવી નહોતી. માત્ર બિલ્ડિંગની ફાયર એનઓસી લેવામાં આવેલી છે. ફન બ્લાસ્ટ અને ઝોન પાસે પણ વ્યક્તિગત ફાયર એનઓસી લેવામાં આવેલી નથી. માત્ર એક સ્નો માટેની જે એક્ટિવિટી છે. તેમના દ્વારા ફાયર એનઓસી લેવામાં આવેલી હતી. પોલીસ પરમિશન વિના ગેમ ઝોન ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બોલિંગમાં આખું એસી ઝોન છે. પરંતુ ક્યાંય પણ ઈમરજન્સી એક્ઝિટ નથી.

પેલેડિયમ મોલમાં ફાયર સિસ્ટમ કાર્યરત

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફા વન મોલમાં એક ગેમ ઝોનની જગ્યાએ 4 જેટલા ગેમ ઝોન નીકળ્યા હતા. જેમાં 3 પાસે ફાયર એનઓસી ન હોવાનું અને પોલીસ પરમિશન ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તો હિમાલયા મોલમાં ચેકિંગ દરમિયાન પણ ગેમ ઝોનમાં આવેલી રાઇડ્સમાં વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. બોલિંગ માટેની જે જગ્યા છે ત્યાં કોઈપણ એક્ઝિટ ગેટ જોવા મળ્યો નહોતો. જો આગ લાગે તો તેમાં કાચ તોડીને ધુમાડો બહાર કાઢવો પડે તેવી સ્થિતિ હતી, ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ મામલે વિવાદમાં એસ.જી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું.

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં એક્ઝિટ માટે કામગીરી શરૂ

સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે. સિંધુભવન રોડ અને એસજી હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોન ભાજપનાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલનો છે. બંને જગ્યાએ હાલ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ