ભાજપ 43મો સ્થાપના દિન/ ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓઃ પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકશે

આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેના જનસંપર્ક અભિયાનને વધુ તેજ બનાવવા પક્ષના 43માં સ્થાપના દિનની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણીની તૈયારીનો પ્રારંભ કરી દીધો છે.

Top Stories Gujarat
BJP 43 Sthapana Din ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓઃ પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકશે

ગાંધીનગર:  આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJP 43 Sthapana Din ભાજપે તેના જનસંપર્ક અભિયાનને વધુ તેજ બનાવવા પક્ષના 43માં સ્થાપના દિનની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણીની તૈયારીનો પ્રારંભ કરી દીધો છે. તેમા પણ ખાસ કરીને પ્રજાલક્ષી કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે આ સ્થાપના દિનની ઉજવણી મહત્વનો હિસ્સો બનવાની છે. ભાજપ દ્વારા 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિ સુધીની ઉજવણીના વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.

આ વખતે વંચિતો, ગરીબો, દલિત અને આદિવાસી સમાજ સુધી BJP 43 Sthapana Din રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવા માટેના વિશેષ કાર્યક્રમોને ખાસ સ્થાન આપવામાંઆવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પક્ષના નવી દિલ્હી ખાતેના કાર્યાલયથી સમગ્ર દેશના કાર્યકરોને સંબોધન કરશે. બીજા શબ્દોમાં કહીએ તો પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણીનું બ્યુગલ જ આ સ્થાપના દિને ફૂંકશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીનો સંદેશ બૂથસ્તરે વ્યાપક રીતે કાર્યકરો સાંભળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ભાજપ કચેરીએ સ્થાપના દિનની ઉજવણી કરશે તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

બૂથ પ્રમુખના ઘરે ભાજપનો ઝંડો ફરકાવાશે

છ એપ્રિલના સ્થાપના દિને ભાજપ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા લોકસંપર્ક કરશે, BJP 43 Sthapana Din લોકભાગીદારીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમા દરેક બૂથ પ્રમુખના ઘરે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવશે. ભાજપ હાલમાં દેશમાં સૌથી મોટો પક્ષ છે અને તેથી જનપ્રતિનિધિઓ પણ તેના જ રહેવાના. તેથી દરેક સાંસદો, વિધાનસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

વિવિધ જનહિતના કાર્યક્રમો, રેલીઓના આયોજન વિવિધ મોરચા દ્વારા થશે

આમ ભાજપના સ્થાપના દિનની ઉજવણી એક સપ્તાહ ચાલશે. BJP 43 Sthapana Din તેમા જનહિતના વિવિધકાર્યક્રમો, રેલીઓના આયોજન વિવિધ મોરચાઓ દ્વારા કરાશે. આ ઉપરાંત 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનું અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનની જોડે કેન્દ્ર અને રાજ્યના દલિત ઉત્થાન માટેની યોજનાઓ પર ચર્ચાઓ યોજાશે. તેના લાભો પહોંચાડવા માટે જનસંપર્કઅભિયાન યોજાશે. તેની સાથે 11 એપ્રિલના રોજ દલિત સમાજ સુધારક અને શિક્ષણ માટેના પ્રયાસો કરનારા જ્યોતિબા ફૂલે જયંતી નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. મહાનગરો અને જિલ્લા તાલુકોણાં યોજાનારા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓને હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ લાંચકૌભાંડ-સીબીઆઇ/ લાંચ કૌભાંડમાં ફરાર અધિકારી જાતે હાજર થતાં તંત્રને હાશ

આ પણ વાંચોઃ દૂધના ભાવમાં વધારો/ અમુલના મોંઘા થયા મોલઃ આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

આ પણ વાંચોઃ આરોપ/ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પર લાગ્યા ગંભીર આરોપ,વિપક્ષે કરી સ્વતંત્ર તપાસની માંગ