ધરપકડ/ ચોરી અરવલ્લી જિલ્લામાં થઈ, આરોપીઓ ખેડા એસ.ઓ.જી એ પકડ્યા

દિવસેને દિવસે મિલકત સંબંધિત ગુના વધી રહ્યાં છે. જેને અટકાવવા માટે ખેડા જિલ્લા પોલીસ ઈન્સ. SOG વી.કે ખાંટે ટીમને અલર્ટ રહેવાનો આદેશ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.   આ દરમિયાન પો.કો જગદીશચંદ્રએ શંકાસ્પદ મારુતિ ફન્ટી નં જી.જે.01 એચઈ1339ની તપાસ કરી હતી. જેમાં વાહન ચાલક શાહબુદ્દીન સરફુદ્દીન સૈયદ […]

Gujarat
IMG 20210605 130905 ચોરી અરવલ્લી જિલ્લામાં થઈ, આરોપીઓ ખેડા એસ.ઓ.જી એ પકડ્યા

દિવસેને દિવસે મિલકત સંબંધિત ગુના વધી રહ્યાં છે. જેને અટકાવવા માટે ખેડા જિલ્લા પોલીસ ઈન્સ. SOG વી.કે ખાંટે ટીમને અલર્ટ રહેવાનો આદેશ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.

 

આ દરમિયાન પો.કો જગદીશચંદ્રએ શંકાસ્પદ મારુતિ ફન્ટી નં જી.જે.01 એચઈ1339ની તપાસ કરી હતી. જેમાં વાહન ચાલક શાહબુદ્દીન સરફુદ્દીન સૈયદ ઠાસરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેના વાહનનું મોડલ પણ મળતું ન નહોતું. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

તપાસમાં આરોપીએ એક મહિના અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડ નજીક ડાભા ગામેથી રૂપિયા 10 હજારનો સબમર્શીબલ મોટર પંપ ચોર્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેને આ પંપ કઠલાલમાં ભંગારના વેપારી રફીકભાઈને વેચ્યો હોવાનું કબૂલ્યું હતું.

 

આ માહિતીના આધારે પોલીસે પંપ, મારુતિ ફન્ટી સાથે કુલ રુપિયા 35 હજારના મુદ્દામાલ સાથે ઓરાપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપી વિરુદ્ધ CRPC કલમ 102,41(1) જી મુજબની કાર્યવાહી કઠલાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બંને આરોપીને આંબલીયારા પોસ્ટેમાં સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી.