Not Set/ 200 કરોડની સંપતિના માલિક હતા ભૈય્યુજી: જાણો એમના શોખ વિશે

હાઈ-પ્રોફાઈલ સંત ભૈય્યુજી મહારાજ પોતાના સામાજિક કાર્યોની સાથે-સાથે લાઇફસ્ટાઈલ માટે પણ ઓળખાતા હતા. ઘરે જ નહિ યાત્રાઓ દરમિયાન પણ તેઓ આલીશાન રીતે રહેતા હતા. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ઘણાં નેતાઓ અને બીઝનેસમેન ભૈય્યુજીના અનુયાયીઓ હતા. ભય્યુજી મહારાજની લાઈફસ્ટાઈલ એવી હતી કે તમને વિશ્વાસ નહિ આવે. ભય્યુજી મહારાજનો ઇન્દોરમાં સુખાલીયામાં સર્વોદય આશ્રમ સહીત […]

Top Stories India
1 1528801005 1528878850 200 કરોડની સંપતિના માલિક હતા ભૈય્યુજી: જાણો એમના શોખ વિશે

હાઈ-પ્રોફાઈલ સંત ભૈય્યુજી મહારાજ પોતાના સામાજિક કાર્યોની સાથે-સાથે લાઇફસ્ટાઈલ માટે પણ ઓળખાતા હતા. ઘરે જ નહિ યાત્રાઓ દરમિયાન પણ તેઓ આલીશાન રીતે રહેતા હતા. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ઘણાં નેતાઓ અને બીઝનેસમેન ભૈય્યુજીના અનુયાયીઓ હતા. ભય્યુજી મહારાજની લાઈફસ્ટાઈલ એવી હતી કે તમને વિશ્વાસ નહિ આવે.

ભય્યુજી મહારાજનો ઇન્દોરમાં સુખાલીયામાં સર્વોદય આશ્રમ સહીત બે ઘર પણ છે. એમને લક્ઝરી ગાડીઓનો ખુબ શોખ હતો. ભય્યુજી પાસે 10 કરતા પણ વધારે લક્ઝરી ગાડીઓ હતો અને બધી ગાડીઓનો રંગ સફેદ હતો. આટલુજ નહિ, તેઓ રોલેકસ બ્રાંડની ઘડિયાળ પહેરતા હતા અને આલીશાન ભવનમાં રહેતા હતા. એસયુવી ચલાવવાના શોખીન ભૈય્યુજી પોતાની લક્ઝરી અને હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહેતા હતા.

photo6066785363554314181 1493609456 200 કરોડની સંપતિના માલિક હતા ભૈય્યુજી: જાણો એમના શોખ વિશે

ભૈય્યુજી મહારાજનું શ્રી સદગુરુ દત્ત ધાર્મિક એવં પારમાર્થિક ટ્રસ્ટ દેશભરમાં છે. મહારષ્ટ્રમાં જ આના 20થી વધારે કેન્દ્રો છે. ભય્યુજી મહારાજ પાસે કુલ 200 કરોડ થી પણ વધારે સંપતિ છે. પોતાના શરૂઆતના દિવસોમાં તેઓ સીયારામ શુટિંગ શર્ટિંગ માટે મોડેલીંગ પણ કરતા હતા.

57 BHAIYUJI 5 200 કરોડની સંપતિના માલિક હતા ભૈય્યુજી: જાણો એમના શોખ વિશે

ભૈય્યુજી મહારાજના નામ સાથે ભલે મહારાજ લાગતું હોઈ પણ તેઓ ધોતી-કુર્તા સિવાય ટ્રેક-સુટ અથવા પેન્ટ-શર્ટ માં જ જોવા મળતા હતા. કયારેક તેઓ એક ખેડૂત ની જેમ ખેતરમાં કામ કરતા જોવા મળતા હતા, તો ક્યારેક ક્રિકેટ રમતા જોવા મળતા હતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં પણ તેઓ માહેર હતા.

आध्यात्मिक गुरु भय्यूजी भय्यूजी महाराज ने गोलीमार कर की आत्महत्या 200 કરોડની સંપતિના માલિક હતા ભૈય્યુજી: જાણો એમના શોખ વિશે

પોતાની વ્યક્તિગત જીંદગીને લઈને પણ ભૈય્યુજી કેટલીક વાર વિવાદોમાં ફસાયા હતા. ગયા વર્ષે એમણે 49 વર્ષની ઉમરે બીજા લગ્ન કર્યા ત્યારે તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા. એ સમયે ભૈય્યુજીના લગ્ન કરવાના નિર્ણયે ઘણાં લોકોને ચોંકાવી દીધા હતા. નજીકના લોકોએ જણાવ્યું કે પહેલી પત્નીના મૃત્યુ બાદ ભૈય્યુજી મહારાજ ખુબ એકલપણું મહેસુસ કરતા હતા.