Not Set/ LIVE: IND vs AFG: ભારત ની ઇનિંગ અને 262 રને બીજા દિવસના અંતે જીત મેળવી

બેંગલુરુ: મહેમાન અફઘાનિસ્તાનની ટીમે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત (India) સામે ગુરૂવારથી શરૂ થયેલી મેચ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કરનારી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસના પ્રારંભ બાદ ભારતીય ટીમ 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થઈ છે. જયારે મહેમાન […]

Top Stories Trending Sports
LIVE: India vs AFG D-2: India all out for 474 in the first innings: Afghanistan Score 4/39 runs

બેંગલુરુ: મહેમાન અફઘાનિસ્તાનની ટીમે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત (India) સામે ગુરૂવારથી શરૂ થયેલી મેચ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કરનારી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસના પ્રારંભ બાદ ભારતીય ટીમ 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થઈ છે. જયારે મહેમાન અફઘાનીસ્તાનની ટીમ બેટિંગમાં આવી છે. મહેમાન ટીમે દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૯ રન બનાવીને ઝઝૂમી રહી છે.

ગઈકાલે સાંજે પૂરી થયેલી રમત સમયે હાર્દિક પંડયા 10 અને અશ્વિન 7 રન પર રમી રહ્યાં હતા. આ પહેલાં મુરલી વિજય 105, શિખર ધવન 107 અને કે.એલ.રાહુલે 54 રન બનાવ્યાં હતા. મુરલી વિજયની આ 12મી સદી છે. તો શિખર ધવને તેની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી ફટકારી છે. ધવન ટેસ્ટના પહેલાં દિવસે જ લંચથી પહેલાં સદી બનાવનાર પહેલાં ભારતીય બની જવાની સાથે અનેક નવા વિક્રમ બનાવ્યા છે. જયારે ચેતેશ્વર પુજારા 35 રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન અજિન્ક્યા રહાણે માત્ર  દસ રન બનાવીને આઉટ થયા હતા જ્યારે દિનેશ કાર્તિક માત્ર ચાર રન બનાવીને આઉટ થયા છે.

આજે સવારે સંતનો પ્રારંભ થયો હતો ત્યારે હાર્દિક પંડ્યા 10 રન અને આર. અશ્વિન સાત રને રમી રહ્યા હતા. આર. અશ્વિન પોતાના અંગત સ્કોરમાં વધુ 11 રન ઉમેરીને 18 રનના સ્કોર પર આઉટ થયા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા પોતાના અંગત 20 રન બનાવીને આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજા આઉટ થયા પછી બેટિંગમાં આવેલા ઈશાંત શર્માએ હાર્દિક પંડ્યાને સાથ આપ્યો હતો.

આ બંનેએ ભારતીય ટીમનો સ્કોર ૪૪૦ બનાવ્યા હતા આ સમયે હાર્દિક પંડ્યા 71 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી બેટિંગમાં આવેલા ઉમેશ યાદવે ૨૧ બોલમાં બે ચોક્કા અને બે છગ્ગાની મદદથી પોતાનો સ્કોર ૨૬ રને પહોંચાડ્યો હતો ત્યારે ભારતીય ટીમનો સ્કોર ૪૭૪ રને પહોંચ્યો હતો. આ સમયે ઇશાંત શર્મા પોતાના અંગત આઠ રનના સ્કોરે આઉટ થતાં ભારતીય ટીમનો વાવટો ૪૭૪ રને સંકેલાયો હતો.

અફઘાનિસ્તાન તરફથી અમઝદઝાઈએ ત્રણ વિકેટ, વફાદર અને રાશીદ ખાને બે-બે વિકેટ ઝડપી હતી.

જયારે અફગાનિસ્તાનની ટીમ બેટિંગમાં ઉતરી હતી અફગાનિસ્તાનની ટીમે પ્રારંભિક દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર ૩૯ રન બનાવીને ભારતીય બોલરો સામે ઝઝૂમી રહી છે.