સ્વર કોકિલ કંઠી/ લતાજીએે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું, ત્યારે નેહરુની આંખો ભીની થઈ હતી

સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું છે, પરંતુ તેઓ આપણી યાદોમાં સદા અમર રહેશે. તેમના અવાજમાં એવો જાદુ હતો જે ચહેરા પર સ્મિત લાવી શકે અને આંખોને પણ ભીની કરી શકે છે.

Top Stories India Entertainment
સ્વર કોકિલ કંઠી

સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું છે, પરંતુ તેઓ આપણી યાદોમાં સદા અમર રહેશે. તેમના અવાજમાં એવો જાદુ હતો જે ચહેરા પર સ્મિત લાવી શકે અને આંખોને પણ ભીની કરી શકે. આવું જ કંઈક 1963માં થયું હતું. લતા મંગેશકરે જ્યારે ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાયું ત્યારે ત્યાં હાજર લોકોની જ નહીં પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

આ પણ વાંચો:લતાજીના નિધન પર અનુષ્કા શર્માએ ટ્વિટ કર્યું, કહ્યું- ભારત માટે ખૂબ જ દુઃખદ દિવસ

લતા મંગેશકર અને જવાહરલાલ નેહરુનો એક પ્રતિકાત્મક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને સમજી શકાય છે કે, તે કેવું વાતાવરણ રહ્યું હશે અને તેમાં લતા મંગેશકરની ગાયકીનો કેવો જાદુ છવાઈ ગયો હશે. આ રીતે લતા મંગેશકરની ગાયકીના જાદુએ જવાહરલાલ નેહરુને રડાવી દીધા હતા.

લતા મંગેશકરનું આજે નિધન થયું છે. તે 8 જાન્યુઆરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલી લતાજી પંડિત દીનાનાથ મંગેશકરની મોટી પુત્રી હતી. તેનું પહેલું નામ ‘હેમા’ હતું, પરંતુ જન્મના પાંચ વર્ષ પછી તેના માતા-પિતાએ તેનું નામ ‘લતા’ રાખ્યું હતું. લતા તેના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. મીના, આશા, ઉષા અને હૃદયનાથ તેમના કરતા નાના હતા. તેમના પિતા થિયેટર કલાકાર અને ગાયક હતા.

આ પણ વાંચો:લતા મંગેશકરનું નિધન, ભૂમિ પેડનેકરથી લઈને ગુરુ રંધાવાએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:સુર મહારાણી લતા દીદીએ સુપરહીટ ગુજરાતી ગીતોને પણ સ્વર આપ્યો,દિકરી તો પારકી થાપણ કહેવાય….