New Delhi/ રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, AAP નાં ત્રણ સાંસદોને કરાયા સસ્પેન્ડ

આજથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, એક તરફ શાસક પક્ષ તેના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે….

India
jpg 1 રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, AAP નાં ત્રણ સાંસદોને કરાયા સસ્પેન્ડ

આજથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, એક તરફ શાસક પક્ષ તેના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે અને બીજી તરફ પૂરો વિપક્ષ ખેડૂત આંદોલનનાં મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. આ મુદ્દે વિપક્ષે સરકારને પૂરી રીતે ગેરી લેવાની તૈયારી કરી દીધી હોય તેવુ હાલમાં લાગી રહ્યુ છે. ગૃહમાં વિપક્ષ હંગામો કરતુ નજર આવ્યુ જેથી ખેડૂત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે.

ખેડૂતોનાં મુદ્દે રાજ્યસભામાં હંગામો મચાવી રહેલા AAP નાં ત્રણ સાંસદોને અધ્યક્ષ દ્વારા દિવસભરની કાર્યવાહી માટે હાંકી કાઠવામાં આવ્યા છે. કાર્યવાહીમાંથી જે ત્રણ સાંસદોને બહાર કરવામાં આવ્યા છે તેઓ સંજય સિંહ, સુશીલ કુમાર ગુપ્તા અને એનડી ગુપ્તા છે. જ્યારે અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ શૂન્યકાલ પછી રાષ્ટ્રપતિનાં સંબોધન અંગે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે AAP નાં ત્રણેય સાંસદો તેમની સીટ પરથી ઉભા થઇ ગયા અને કૃષિ કાયદાને રદ્દ કરોનાં નારા લગાવવાનું શરૂ કર્યું.

જ્યારે ‘આપ’ નાં સાંસદે હંગામો મચાવવાનું શરૂ કર્યું, ત્યારે અધ્યક્ષે કહ્યું કે, સંબોધન પરની ચર્ચા દરમિયાન, ખેડૂતોનાં મુદ્દા પર ચર્ચા કરવા સંમતી બની ચુકી છે. સાંસદોનાં હંગામાનાં કારણે સંસદની કાર્યવાહી અવરોધિત થઇ રહી છે, આમ કરવું અયોગ્ય છે. તેમણે ત્રણેય સભ્યોને શાંત રહેવા વિનંતી કરી જેથી સંસદની કાર્યવાહી આગળ વધી શકે. પરંતુ ત્રણેય સાંસદો આ અંગે સૂત્રોચ્ચાર કરતા રહ્યા. આ પછી અધ્યક્ષે ત્રણેય સાંસદોને નિયમ 255 હેઠળ ગૃહની કાર્યવાહીમાંથી બાકાત રાખવા ચેતવણી આપી હતી, પરંતુ સભ્યો સહમત ન થયા, ત્યારે અધ્યક્ષે કહ્યું કે, આ ત્રણેય સભ્યોને ગૃહની કાર્યવાહીથી દિવસ માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે.

વલસાડ / ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

Politics / રાજકીય વિશ્લેષણ : ભાજપનો વિકલ્પ બનવાનો ‘આપ’નો વ્યૂહ

Budget / અમદાવાદ મ્યુનિ.કોર્પો, બજેટ 10 હજાર કરોડનું હશે, ગત  વર્ષના 1200 કરોડના વિકાસકાર્ય સ્થગિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો