ગુજરાત/ કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ,જાણો

GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારીત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે.

Top Stories Gujarat
2 35 કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ,જાણો
  • કચ્છમાં  GHCLના પ્લાન્ટ સામે વિરોધ
  • બાડા ગામ પાસે નંખાઈ રહેલા પ્લાન્ટનો વિરોધ
  • આસપાસના 20 ગામના લોકો દ્વારા વિરોધ
  • પર્યાવરણને નુકસાન થવાની ભીતિ
  • ગાયોને ચરવાની જગ્યા જતી રહેવાનો પણ ડર
  • નનામી કાઢીને લોકોએ કર્યો સૂત્રોચ્ચાર

કચ્છના માંડવી નજીક આવેલા બાડાગામના સમુદ્રકાંઠા નજીક GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારીત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે. કંપનીએ 2017 માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા. અને હાલ કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. આ પ્લાન્ટનો આજુબાજુના  20 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પર્યાવરણને ભારે નુપકશાન થવાની ભારે ભીતિ છે. આ ઉપરાંત ગાયો ચરાવવાની જમીન પણ જતી રહેવોનો  ડર છે.

ઉલ્લેખનીય છે કચ્છમાં  GHCLના પ્લાન્ટનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે,આ પ્લાન્ટ સંદર્ભે સ્થાનિક લોકોએ નનામી કાઢીને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ચૂંટણી સમયે વિરોધ થતાં સરકાર હરકતમાં આવી ગઇ હતી