@દિવ્યેશ પરમાર
સુરતઃ સુરતમાં યુવતીને સોશિયલ મીડિયામાં મિત્ર બનાવવો ભારે પડ્યો હતો. સોશિયલ મીડિયામાં બનેલ મિત્રએ યુવતી પાસે ફોટા પણ માંગ્યા હતા, જે ફોટાના આધારે યુવક યુવતીને બ્લેકમેલ કરતો હતો. તેની સાથે જ તેણે આ યુવતી ને ધમકી આપી હતી કે લગ્નના ફોર્મમાં સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખીશ. આ કિસ્સામાં પોલીસે યુવકની ધરપકડ કરી છે.
સુરતના ચોક વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા માં એક યુવક સાથે પરિચય થયો હતો. આ યુવકે યુવતી પાસેથી ફોટા મંગાવ્યા હતા, જેથી યુવતીએ ફોટા મોકલી આપ્યા હતા. ત્યારબાદ યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. જો મેરેજ સર્ટી પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખીશ આવી ધમકી આપી હતી.
બજાર વિસ્તારમાં રહેતી યુવતીને ખોલવડ ગામના રત્ન કલાકાર યુવાન સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી દોઢ વર્ષ પહેલા થયેલી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનતા એવા કે યુવતી પાસે ફોટા મંગાવ્યા હતા તેથી યુવતીએ ફોટા મોકલ્યા હતા આ ફોટા ને લઈને વારંવાર યુવતીને બ્લેકમેલ કરતો હતો અને રત્નકલાકાર યુવક જતીન ગજેરા યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો.
આ ઉપરાંત તેણે કોર્ટ મેરેજના ફોર્મ માં સહી નહીં કરે તો હું પણ ફેનીલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ હત્યા કરી નાખીશ આ પ્રકારની ધમકી યુવતી ને આપી હતી. આથી યુવતી ગભરાઈ અને ચોક બજાર પોલીસ મથકે પહોંચી હતી તો બજાર પોલીસ મથકમાં આરોપી જતીન ગજેરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે જતીનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત
આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ
આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ
