નવી દિલ્હી/ PM મોદી એ ‘સદૈવ અટલ’ સમાધિ ખાતે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના અન્ય કેટલાક નેતાઓએ પણ ‘સદૈવ અટલ’ સમાધિમાં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Top Stories India
Untitled 207 PM મોદી એ 'સદૈવ અટલ' સમાધિ ખાતે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સમાધિ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ શ્રદ્ધાંજલિ આપી હતી . આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટી ના અન્ય નેતાઓ પણ સ્મારક પર હાજર હતા.

આ પણ  વાંચો : દેશના 4 સ્થળોને મળી રામસર સાઇટની માન્યતા, રાજ્યના આ બે સ્થળનો થયો સમાવેશ જાણો ક્યાં

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના અન્ય કેટલાક નેતાઓએ પણ ‘સદૈવ અટલ’ સમાધિમાં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.દેશના અગ્રણી નેતાઓમાંથી એક અને ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક સભ્ય વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018 ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ  માં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા.

આ પણ વાંચો :લોર્ડ્સ મેચમાં ચોથા દિવસની રમત બાદ મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા

વાજપેયીએ ત્રણ વખત વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ 1996 માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. આ પછી, તેમણે 1998 અને 2004 માં દેશની લગામ સંભાળી.  દેશ તેમનો જન્મદિવસ  ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવે છે. તેમને 2014 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:તાલિબાનનાં કબ્ઝા બાદ અસંખ્ય લોકો કાબુલ એરપોર્ટ પર ધસી આવ્યા, જોવા મળ્યા ભયાવહ દ્રશ્યો