Not Set/ મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી કહ્યું કે, શિવસેના સાથે સરકાર બનાવો

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ઝગડો છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસેન દલવાઈએ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા અંગે પત્ર લખ્યો છે. હુસેન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે, જો સરકાર બનાવવા માટે શિવસેના ટેકો માંગે તો તે આપવામાં આવે. ભાજપ અને શિવસેના […]

Top Stories India
shiv મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી કહ્યું કે, શિવસેના સાથે સરકાર બનાવો

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ઝગડો છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસેન દલવાઈએ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા અંગે પત્ર લખ્યો છે. હુસેન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે, જો સરકાર બનાવવા માટે શિવસેના ટેકો માંગે તો તે આપવામાં આવે. ભાજપ અને શિવસેના વચ્ચે તફાવત છે. તેમણે પત્રમાં કહ્યું છે કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ મળીને સરકાર બનાવવી જોઈએ. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે સરકારની રચના અંગે કોઈ નિર્ણય પર નથી પહોચી રહી. આવી સ્થિતિમાં કોંગ્રેસ, મહાગઠબંધનમાં અમારા ભાગીદારો, એનસીપી અને શિવસેના મળીને સરકાર બનાવે.

હુસેન દલવાઈએ લખ્યું છે કે જો આપણે આ નહીં કરીએ તો ભાજપ ધારાસભ્ય ખરીદીને સરકાર બનાવશે. જો કે દલવાઈએ તેને અંગત મત ગણાવ્યો છે. તેમણે લખ્યું, ‘દરેકને ખબર છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અમારા ધારાસભ્યો અને નેતાઓને તેમના છાવણીમાં શામેલ કર્યા હતા. જો તેઓ સરકાર બનાવવામાં સક્ષમ છે, તો તેઓ ધારાસભ્ય તોડવાની અને કહ્રીડવાની પ્રક્રિયા હાથ  ધરશે.  આવી સ્થિતિમાં, જો આપણે શિવસેનાની સાથે સરકાર બનાવી શકીશું, તો ભાજપને આમ કરતા રોકી શકાય છે.

આ પણ વાંચો મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ રાષ્ટ્રપતિ શાસનની ધમકી એ જનઆદેશનું અપમાન છે, શિવસેના

ઉલ્લેકનીય છે કે, ચૂંટણીના પરિણામોના 10 દિવસ બાદ પણ રાજ્યમાં સરકારનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. ભાજપ અને શિવસેનામાં સરકાર બનાવવાના મૂળ માં તો છે પણ એક બીજાની શરતો તેમને મંજુર નથી.  રાજ્યમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી, અને સરકાર બનાવવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ પરિણામ આવ્યા બાદથી બંને પક્ષો વચ્ચે ઝગડો થયો છે. શિવસેના 50-50  ફોર્મ્યુલા સાથે મુખ્યમંત્રી પદ માટે અડી છે, જ્યારે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ આગામી પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે. આ દરમિયાન શિવસેના ભાજપ સાથે સરકાર બનાવવાની સંભાવનાને છોડીને અન્ય વિકલ્પોની પણ શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.