Aashram 3/ લોકોને લાગે છે કે ઈન્ટિમેટ સિન કરવો ખુબ સરળ હોય છે પરંતું એવું નથી હોતું: બોબી દેઓલ

મને યાદ છે કે જ્યારે મેં પહેલીવાર ઇન્ટિમેટ સીન કર્યો ત્યારે હું ખૂબ જ નર્વસ હતો. આ પહેલીવાર હતો જ્યારે હું આવું કંઈક કરી રહ્યો હતો. મારી કો-સ્ટાર એશા ગુપ્તા ઘણી પ્રોફેશનલ હતી…

Trending Entertainment
Ashram 3 Baba Nirala

Ashram 3 Baba Nirala: બોબી દેઓલની બહુચર્ચિત વેબ સિરીઝ આશ્રમ 3 ઘણી હિટ રહી છે. કુખ્યાત આશ્રમના દરવાજા ખુલ્યા અને બાબાની રાસ લીલા પણ જોવા મળી. સીઝન 3 માં એશા ગુપ્તા અને બોબી દેઓલના અંતરંગ દ્રશ્યો વિશે સૌથી વધુ ચર્ચા થઈ હતી. જેમણે ઈન્ટરનેટ પર તાપમાનને ઉંચુ કરવામાં કોઈ કસર છોડી નથી.

બોબી અને ઈશા વચ્ચે ફિલ્માવવામાં આવેલ લવ મેકિંગ સીન જોઈને લોકો દાંત નીચે આંગળી દબાવવા મજબૂર બન્યા હતા. તો શું બોબી દેઓલ ઓનસ્ક્રીન ઈન્ટીમેટ સીન કરવા માટે કમ્ફર્ટેબલ હતો? આવા દ્રશ્યો કરવા તેના માટે કેટલું અઘરું હતું? બોબી દેઓલે સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં આ સવાલોના જવાબ આપ્યા હતા. બોબીએ એશા ગુપ્તાના વખાણ કર્યા અને કહ્યું કે તે પહેલીવાર ઇન્ટિમેટ સીન કરતી વખતે ખૂબ જ નર્વસ હતી.

બોબીએ કહ્યું, મને લાગે છે કે અમે બધા કલાકાર છીએ અને જાણીએ છીએ કે અમે એક રોલ ભજવી રહ્યા છીએ. જ્યારે કામની વાત આવે છે ત્યારે તમામ કલાકારો પ્રોફેશનલ હતા. તેઓ જાણે છે કે ભૂમિકા માટે શું જરૂરી છે. તેથી અમે કંફર્ટેબલ થયા. આવી અંતરંગ પળોને જોઈને લોકોને આશ્ચર્ય થયું હશે કે તેમના માટે આ કરવું આટલું સરળ કેવી રીતે થયું હશે. મને યાદ છે કે જ્યારે મેં પહેલીવાર ઇન્ટિમેટ સીન કર્યો ત્યારે હું ખૂબ જ નર્વસ હતો. આ પહેલીવાર હતો જ્યારે હું આવું કંઈક કરી રહ્યો હતો. મારી કો-સ્ટાર એશા ગુપ્તા ઘણી પ્રોફેશનલ હતી. પાત્રને યોગ્ય રીતે ભજવવામાં તેના માટે ખૂબ જ સરળ હતું.  આ રીતે અમે આ રોલનો આનંદ માણ્યો. જે રીતે પ્રકાશજીએ તેને શૂટ કર્યું હતું. ટીમે બધું જ સંપૂર્ણ સુમેળમાં રાખ્યું.

બોબી દેઓલે આશ્રમ 3ની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે પહેલા તે સિરિયલમાં નેગેટિવ રોલ કરવાને લઈને નર્વસ હતો. તેને ટાઇપકાસ્ટ થવાનો પણ ડર હતો. એવું પણ લાગ્યું કે કદાચ ચાહકો તેને આવી ભૂમિકામાં સ્વીકારશે નહીં. પરંતુ જ્યારે લોકોનો તેને આટલો પ્રેમ મળ્યો તો બોબી પણ ખૂબ ખુશ થયો. આશ્રમ ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન પ્રકાશ ઝા દ્વારા કરવામાં આવ્યું છે. શોની ત્રીજી સિઝન 3 જૂનના રોજ MX Player પર પ્રસારિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: kerala/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં તોડફોડ, SFI પર હુમલાનો આરોપ