રસીકરણ/ કચ્છ જિલ્લામાં 18+ના રસીકરણ નો પ્રારંભ

સરહદી ક્ચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે મહાનગરો બાદ ક્ચ્છ જિલ્લાને પ્રાધાન્ય આપી આજથી રસીકરણમાં આવરી લીધો છે. આજે કચ્છમાં 18 પલ્સ લાભાર્થીઓએ વેક્સિન મુકાવી હતી.

Gujarat Others Trending
bharuch aag 5 કચ્છ જિલ્લામાં 18+ના રસીકરણ નો પ્રારંભ

સરહદી ક્ચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે મહાનગરો બાદ ક્ચ્છ જિલ્લાને પ્રાધાન્ય આપી આજથી રસીકરણમાં આવરી લીધો છે. આજે કચ્છમાં 18 પલ્સ લાભાર્થીઓએ વેક્સિન મુકાવી હતી.

જિલ્લામાં વધેલા સંક્રમણને અનુલક્ષીને આજથી કચ્છમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ કરવાના અભિયાનનો પ્રારંભ થયો છે. આ માટે જિલ્લામાં ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી અને નખત્રાણા ખાતે દસ કેન્દ્રો નિયત કરાયાં છે. સવારે નવથી સાંજના 6 કલાક દરમિયાન દર બે કલાકના સ્લોટમાં અગાઉથી રજિસ્ટર થયેલાં 25 લાભાર્થીને રસી આપવામાં આવી રહી છે. સમગ્ર દિવસ દરમિયાન એક સેશન સાઈટ પર 100ના લક્ષ્યાંક મુજબ રોજ 1 હજાર લોકોનું વેક્સિનેશન કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કરાયો છે.જિલ્લા રસીકરણ અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે,આજે કચ્છમાં 10 હજાર રસીનો ડોઝ આવી ગયો છે રજીસ્ટર કરાયેલ લાભાર્થીને રસી આપવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે વિનામૂલ્યે આ રસી અપાઈ રહી છે.

કોરોના વેકસીન મુકાવનારા કચ્છનાં લાભાર્થીઓ અને યુવાનોએ જણાવ્યું કે રસી લીધા બાદ કોઈ આડઅસર થતી નથી કચ્છને કોરોના મુક્ત બનાવવા માટે સૌ યુવાનોએ રસી લેવી ખૂબ જરૂરી છે..યુવાનોમાં રસી લેવા માટે ભારે ક્રેઝ અને ઉત્સાહ જોવા મળ્યો હતો