Not Set/ અમદાવાદ પાસે 1000 કરોડના ખર્ચે 100 મીટર ઊંચા ઉમિયા માતાના મંદિરનું થશે નિર્માણ

ગુજરાત ઉમિયા ધામમાં એક હજાર કરોડ રુપિયાના ખર્ચે 100 મીટર ઉંચુ ભવ્ય મંદિર નિર્માણ પામવા જઇ રહ્યું છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક જસપુર લીલપુર પાસે 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે 5 વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરવામાં આવશે. જેમાં મા ઉમિયાનું 100 મીટર ઊંચુ ભવ્ય મંદિર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક […]

Ahmedabad Gujarat
mahi 5 અમદાવાદ પાસે 1000 કરોડના ખર્ચે 100 મીટર ઊંચા ઉમિયા માતાના મંદિરનું થશે નિર્માણ

ગુજરાત ઉમિયા ધામમાં એક હજાર કરોડ રુપિયાના ખર્ચે 100 મીટર ઉંચુ ભવ્ય મંદિર નિર્માણ પામવા જઇ રહ્યું છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક જસપુર લીલપુર પાસે 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે 5 વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરવામાં આવશે. જેમાં મા ઉમિયાનું 100 મીટર ઊંચુ ભવ્ય મંદિર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજોપયોગી આત્યાધુનિક ભવનનું નિર્માણ કરાશે.

પાટીદારોના આ વિશાળ અને ભવ્ય મંદિરનું નામ વિશ્વ ઉમિયા ધામ છે. મંદિરમાં ડાબી બાજુએ શિવજી અને જમણી બાજુએ ગણેશજીનું મંદિર બનાવવામાં આવશે. માતાજીનું સ્થાન જમીનથી 35 ફૂટ ઊંચાઈ પર હશે. મંદિરમાં જવા માટે સીડી, એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાખવામાં આવશે.

આ વર્ષે મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી મંદિરનું નિર્માણ કામ શરુ થશે. આ માટે 26 ફેબ્રુઆરી 2020ના રોજ એક ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ ધર્મના આચાર્ચ ભાગ લેશે.

આ મંદિરનું નિર્માણ કરી રહેલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું કે, દાતાઓ પહેલા જ 375 કરોડ રુપિયા દાન કરવાનું વચન આપ્યું છે અને જે પૈકી 100 કરોડ રુપિયાનું દાન મળી ચૂક્યુ છે. ફાઉન્ડેશનના સમન્વયક આરપી પટેલે જણાવ્યું કે 29 ફેબ્રુઆરીએ લગભગ એક લાખથી વધારે ભક્તો કાર્યક્રમમાં દેશ-વિદેશથી સામેલ થશે. મંદિર અને તેના પરિસરનું નિર્માણ કાર્ય પાંચ વર્ષમાં પૂરુ થશે.

આ સંપૂર્ણ પરિયોજનનો ખર્ચ લગભગ 1 હજાર કરોડ રુપિયા થશે. દુનિયાભરના ભક્તો દાન આપી રહ્યા છે. ફાઉન્ડેશને નિર્ણય લીધો છે કે, મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થાય એ દરમિયાન બધા જ ધર્મના લોકોને આમંત્રિત કરવામાં આવે, કારણ કે આ માત્ર પાટીદોરોનું જ મંદિર નથી સમગ્ર જગત જનનીનું મંદિર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.