Bollywood/ ઈબ્રાહિમ અલી ખાનને લોન્ચ કરવા જઈ રહ્યો છે કરણ જોહર, સાઉથની આ ફિલ્મની હિન્દી રિમેકમાં મળશે જોવા  

ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂ વિશે ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પહેલેથી જ ધમાલ મચાવી રહી છે.

Trending Entertainment
ઈબ્રાહિમ અલી

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. હાલમાં તેની ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને સુહાનાને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. આ સ્ટારકિડ્સ સિવાય ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂ વિશે ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પહેલેથી જ ધમાલ મચાવી રહી છે. હવે ઈબ્રાહિમની પહેલી ફિલ્મ વિશે માહિતી સામે આવી છે. અભિનય ક્ષેત્રે પ્રવેશતા પહેલા ઈબ્રાહિમે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું હવે તે અભિનય ક્ષેત્રે ચમકશે.

ઈબ્રાહિમ મલયાલમ ફિલ્મ હૃદયમની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં મોહનલાલનો પુત્ર પ્રણવ મોહનલાલ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ઈબ્રાહિમ લીડ રોલમાં છે. ‘હૃદયમ’ની હિન્દી રિમેકનું નિર્માણ કરણ જોહર અને સ્ટાર સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે. બોલિવૂડ હંગામાના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “ઈબ્રાહિમ અલી ખાનને લોન્ચ કરવા માટે આ શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે. છેલ્લા કેટલાક સમયથી કરણ ઈબ્રાહિમના લોન્ચિંગ માટે ફિલ્મની સ્ટોરી શોધી રહ્યો હતો. તે આ પાત્ર માટે પરફેક્ટ છે.

પહેલા એવા અહેવાલ હતા કે કરણ જોહર પણ સારા અલી ખાનને લોન્ચ કરવા જઈ રહ્યો છે પરંતુ તે પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો. ત્યારબાદ સારાએ ‘કેદારનાથ’ સાઈન કરી. ‘કેદારનાથ’નું નિર્દેશન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય અભિનેતા તરીકે હતા.

ઈબ્રાહિમે કરણ જોહરની ‘રોકી ઓર રોનીની લવ સ્ટોરી’માં મદદ કરી છે. તેની તસવીરો ફિલ્મના સેટ પરથી આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી છે.

આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ, આખરે કોણ છે આ વ્યક્તિ

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી, ફ્લાઈટ્સ પ્રભાવિત

આ પણ વાંચો: ‘મોદી હૈ તો મુમકીન હૈ’, પીએમ મોદીએ ભારતીય રાજનીતિની વ્યાખ્યા બદલી: જેપી નડ્ડા

logo mobile