Not Set/ રેલવે હવે ટ્રેનની વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થતાં પેસેન્જરને વોટ્સએપથી જાણ કરશે

અમદાવાદ: ટ્રેનમાં સીટ ખાલી હોય ત્યારે વેઈટિંગ લિસ્ટમાં હોય તેવા મુસાફરોને હવે ટ્રેનમાં સરળતાથી જ સીટ મળી જશે, કારણ કે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એ બાબત હવે રેલવે તંત્ર મુસાફરોને વોટ્સએપ મેસેજ દ્વારા જણાવશે. ટૂંક સમયમાં જ પશ્ચિમ રેલવે ટિકિટ ચેકરને એચએચટી એટલે કે હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપવામાં આવશે. આ ડિવાઇસ સીધી […]

Top Stories Ahmedabad Gujarat India Trending
Railway will now notify passengers of waiting ticket on WhatsApp

અમદાવાદ: ટ્રેનમાં સીટ ખાલી હોય ત્યારે વેઈટિંગ લિસ્ટમાં હોય તેવા મુસાફરોને હવે ટ્રેનમાં સરળતાથી જ સીટ મળી જશે, કારણ કે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એ બાબત હવે રેલવે તંત્ર મુસાફરોને વોટ્સએપ મેસેજ દ્વારા જણાવશે. ટૂંક સમયમાં જ પશ્ચિમ રેલવે ટિકિટ ચેકરને એચએચટી એટલે કે હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપવામાં આવશે.

આ ડિવાઇસ સીધી રીતે રેલવે સોફ્ટવેર સાથે જોડાયેલ હોવાથી ટ્રેનમાં સીટ ખાલી રહેશે તો ટિકિટ ચેકર વેઇટિંગ લિસ્ટના મુસાફરોને સીટ આપી દેશે. એટલું જ નહીં, પેસેન્જરને વોટ્સએપ દ્વારા મેસેજથી જાણ કરવામાં આવશે. જે તે સ્થળે ટ્રેન પહોંચશે તો તેની આગળના સ્ટેશનના મુસાફર કરન્ટમાં પણ ખાલી સીટનું બુકિંગ કરાવી શકશે, કારણ કે છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરની માહિતી પણ ડિવાઇસમાં દેખાશે.

પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા રાજધાની અને શતાબ્દી જેવી સુપરફાસ્ટ જેવી ટ્રેનથી આ સેવાની શરૂઆત કરવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા સોફ્ટવેરનું સંચાલન કરતી એક સંસ્થાને આ કામ સોંપ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેએ પહેલા તબક્કામાં ૭૬ એચએચટી-હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઈસ આપ્યાં છે. ૭૬ પૈકીના 52 (બાવન) મુંબઈ ડિવિઝનને અને 22 (બાવીસ) ડિવાઈસ અમદાવાદ ડિવિઝનને આપવામાં આવ્યાં છે.

ટૂંક સમયમાં જ રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સૌપ્રથમ ડિવાઈસ લાગશે. પશ્ચિમ રેલવેના અધિકારી કક્ષાના સૂત્રોના અનુસાર, આ ડિવાઈસ મારફત ટ્રેનની વર્તમાન સીટની સ્થિતિને જાણી શકાશે. આ ડિવાઈસથી વેઈટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ પણ કન્ફર્મ થઈ જશે. આઈઆરસીટીસી દ્વારા તેમની વેબસાઈટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

આ સુધારા મુજબ હવે ટ્રેનનો સમય, સીટની સ્થિતિ જાણવા સાઈટ પર લોગ ઈન કરવાની જરૂર નહીં પડે. એક સમયે વેઇટિંગ લિસ્ટ કે આરએસીમાં લીધેલી ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં તેની ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ ખબર પડતી હતી, જેના કારણે લોકો ટિકિટ હોવા છતાં ચાર્ટ બને ત્યાં સુધી ટેન્શનમાં રહેતા હતા.

જો કે, રેલવે તંત્ર દ્વારા ગત વર્ષથી પેપરલેસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના કારણે રેલવે તંત્ર દ્વારા ચાર્ટ સિસ્ટમને બંધ કરવામાં આવી હતી. આઈઆરસીટીસીની વેબસાઈટ સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (ક્રિસ) દ્વારા તૈયાર કરેલ એલ્ગોરિધમની મદદથી પેસેન્જરને બતાવશે કે વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે.

જ્યારે કોઈ પણ વેઈટિંગ ટિકિટ કન્ફ્રર્મ થશે ત્યારે તેની જાણ ટીટીઈ સહિત રેલવેતંત્રને થશે અને સાથે-સાથે ટિકિટ કન્ફર્મ થયાનો મેસેજ પણ જે તે પ્રવાસીને મળી જશે. આ સોફ્ટવેર તૈયાર કરવા માટે રેલવે તંત્ર દ્વારા છેલ્લાં ૧૩ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવું પણ જાણવા મળ્યું છે.